રાજકારણ શરુ:રાજકોટમાં AICCના સેક્રેટરી અને કોંગ્રેસના પ્રભારી રામ કિશને કહ્યું: નરેશ પટેલનો મુદ્દો હાઈકમાન્ડનો છે, મને કંઈ ખબર નથી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝા - Divya Bhaskar
કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝા
  • કોંગ્રેસમાં આંતિરક જૂથવાદ હજુ શમ્યો નથી, શહેર કોંગ્રેસના હોદ્દેદારોની બેઠકમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહ્યા
  • સૌરાષ્ટ્ર AICCના સેક્રેટરી અને કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝાએ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક યોજી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. AICCના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાના રાજકોટમાં ધામા નાંખ્યા છે. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલનો મુદ્દો હાઈકમાન્ડનો છે, તેની મને કંઈ ખબર નથી.

મતભેદને જૂથવાદ ન કહેવાય: રામ કિશન ઓઝા
વધુમાં રામ કિશન ઓઝાએ જણાવ્યું હતું કે, આમ તો જે હાઇકમાન્ડ નો આદેશ આવે એ સ્વીકારી લેવાનો હોય. હવે ઇન્દ્રનીલભાઈને શું હજુ નારાજગઈ હોય. એ કામ થી બહાર હશે એટલે હાજર નહિ રહ્યા હોય. કોંગ્રેસ જેવી તાકાતવર પાર્ટી હોય એમાં મતભેદ હોવાના એને જૂથવાદ ન કહેવાય. તેમના વિચારો અલગ હોય શકે..કેમકે કોંગ્રેસ મજબૂત છે એટલે આવું તો ચાલવાનું જ છે. ઉલ્લેખીય છે કે કોંગ્રેસમાં આંતિરક જૂથવાદ હજુ શમ્યો નથી, આજે કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝાએ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી તેમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહ્યા.

રામ કિશન ઓઝાએ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી
રામ કિશન ઓઝાએ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી

પ્રદેશ કક્ષાએ કોંગ્રેસનો જૂથવાદ સમાપ્ત: ગાયત્રીબા વાઘેલા
કોંગ્રેસમાં જૂથવાદ મામલે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી છે. ઇન્દ્રનીલ અને શહેર કોંગ્રેસ વચ્ચે જૂથવાદ હતો હવે નથી. પ્રદેશ કક્ષાએ કોંગ્રેસનો જૂથવાદ સમાપ્ત કરાયો છે. હાલ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.

કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર
કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર

જૂથવાદ મુદ્દે પણ બેઠક કરી
સૌરાષ્ટ્ર AICCના સેક્રેટરી અને કોંગ્રેસના પ્રભારી અને રામ કિશન ઓઝાએ આજથી સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓની લેશે મુલાકાત. રાજકોટમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. જ્યાં કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ મુદ્દે પણ વન ટુ વન બેઠક કરી હોવાની સંભવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...