માનવતાને લજવતો કિસ્સો:રાજકોટમાં છૂટાછેડા બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા, પતિએ પ્રેગનન્ટ કરી તરછોડી, પુત્રીને જન્મ આપ્યો, વજન ઓછું હોવાથી 5 દિવસમાં દીકરીનું મોત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હું તારી સાથે નહીં રહુ તેમ કહી પતિ મહિલાને છોડીને જતો રહ્યો
  • મહિલાને પહેલા પતિથી સંતાનમાં ત્રણ દીકરીઓ છે

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા ધર્મિષ્ઠાબેન મહિપતભાઈ વાઘેલાએ પતિ ચેતન બિપિનભાઈ નિમાવત સામે ત્રાસ અને મારકૂટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા આગલા ઘરની ત્રણ દિકરીઓ સાથે રહું છું. મારા લગ્ન ચેતન સાથે આજથી એક વર્ષ પહેલા મારી બહેન ભાવનાની હાજરીમાં સેથો પુરી ફુલહારથી થયા હતા. આ મારા બીજા લગ્ન છે. બાદમાં હું પ્રેગનન્ટ થતા ચેતન મને તરછોડીને જતો રહ્યો હતો. ગત ગુરૂવારે મે હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ મારી દીકરીનું વજન દોઢ કિલો હતું. આથી ઓછા વજનને કારણે તેનું ગઇકાલે મોત નીપજ્યું હતું.

બુધવારી બજારમાં ચેતન સાથે મુલાકાત થઇ અને પ્રેમસંબંધ બંધાયો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ અમે બન્ને કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડના ક્વાટરમાં બે મહિના સાથે રહ્યા હતા અને મેં મારા પતિને મારા આગલા લગ્ન જીવનથી સંતાનમાં ત્રણ દિકરીઓ છે. મારા પહેલા પતિથી આજથી આઠ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા આ બધી વાત કરી હતી.
હું ત્રણ વર્ષ પહેલા કેટરર્સમાં કામ કરતી હતી ત્યારે મારી બહેન પણ સાથે વસ્તુ લેવા માટે બુધવારી બજારમાં ગઈ હતી. ત્યાં અમે રિક્ષા શોધતા હતા ત્યારે આ ચેતનની મુલાકાત થઈ હતી. ત્યારબાદ અમે બન્ને એકબીજાના પરિચયમાં આવી વાતચીત કરતા હતા તથા અમારા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અમે બન્નેએ લગ્ન માટે વકીલ પાસે કાગળ કરાવ્યા હતા અને હું મારી બહેન ભાવના તથા મારી દિકરીઓ અને ચેતન અમે ભગુડા ફરવા માટે ગયા અને ત્યાં જ અમે બંનેએ માતાજીના મંદિરમાં લગ્ન કરી રાજકોટ સાથે રહેવા લાગ્યા હતા.

ગર્ભાવસ્થામાં જ સુરતથી એકલી મૂકીને મારો પતિ ચાલ્યો ગયો હતો
ચેતન નોકરી માટે સુરત તેના માસીના ઘરે ગયો અને ત્યાં ડ્રાઈવિંગની નોકરી પણ કરવા લાગ્યો હતો. ચેતન મને અને મારી દીકરીઓને સુરત ભાડાનુ મકાન ગોતી સુરતના પાલીગામમાં સચીન વિસ્તારમાં ભાડાનુ મકાન રાખ્યું હતું. અમે ત્યાં સારી રીતે રહેતા હતા અને અમારો ઘરસંસાર સારો ચાલતો હતો. આશરે છ માસ સારી રીતે રહી પંરતુ એક વખત ડ્રાઈવિંગની નોકરી પર રહેલા ચેતનને માત્ર ફોન કર્યો કે તમે જમી લીધું તેવું પૂછ્યું હતું. તો ચેતન મારા પર ગુસ્સે થઈ કહેવા લાગ્યો કે તું મને માનસિક ત્રાસ આપે છે, મારે તારી સાથે રહેવુ નથી, મારે તારી સાથે કોઈ સંબધ રાખવો નથી, તારે જે કરવુ હોય તે કર. તે સમયે હું પ્રેગનન્ટ હતી અને તે જ હાલતમાં મને સુરતથી એકલી મૂકીને મારો પતિ ચાલ્યો ગયો હતો.

રાજકોટ મહિલા પોલીસે તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).
રાજકોટ મહિલા પોલીસે તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).

આવકનું સાધન ન હોવાથી સુરતથી હું રાજકોટ આવી ગઈ
ત્યારબાદ મારી પાસે કોઈ આવકનું સાધન ન હતું. આથી હું અહીં રાજકોટ આવી ગઈ હતી. ચેતનને ફોન કરું તો તે ઉપાડતો નછી તથા તેને ગોતવા માટે તેના ઘરે ગઈ તેના માતા-પિતાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અહીં નથી, પછી મેં ગુમસુદાની નોંધ ભક્તિનગરમાં દાખલ કરાવી હતી. બાદમાં ચેતન મારી પાસે આવી મને સાફ ના પાડી દીધી કે, હું તારી સાથે રહીશ નહીં, તેવું કહી તરછોડી મુકી. આથી મેં ફરિયાદ કરી છે. આજથી થોડા દિવસ પહેલા મને થોડી તબિયત સારી ન હોવાથી હોસ્પિટલ બતાવવા માટે ગયા હતા અને ગુરૂવારે દીકરીનો જન્મ થયો અને મારી દીકરી જન્મ સમયે દોઢ કિલોની હતી તેના ઓછા વજનને કારણે ગઈકાલે તેણીનું અવસાન થયું હતું. આ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.