તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી આંકડામાં વિસંગતતા:રાજકોટમાં રેમડેસિવિરની અંધાધૂંધી, એક્ટિવ કેસ 1800-2000, બે દિવસમાં ઇન્જેક્શનનો 3900નો જથ્થો આવ્યો, છતાં સતત અછત

રાજકોટ9 દિવસ પહેલા
રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત.
  • આજે વધુ 2000 રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો રાજકોટ આવશે

રાજકોટમાં એક તરફ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની અંધાધૂંધી જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ તો રાજકોટ શહેર-જિલ્લામાં રોજ 250-300 અને સૌરાષ્ટ્રમાં 500-600 નવા કેસ નોંધાય રહ્યાં છે. એક્ટિવ કેસ જોઇએ તો હાલ 1800-2000 આસપાસ બતાવવામાં આવી રહ્યાં છે, પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શનની ડિમાન્ડ જે રીતે નીકળી છે એ સરકારી આંકડાની પોલ ઉઘાડી કરી શંકા ઉપજાવે તેવી બની રહી છે. એન્ટી વાયરલ ઈન્જેક્શનનો પુરતો જથ્થો મળતો ન હોવાથી અરાજકતા જેવી સ્થિતિ થઈ રહી છે. જોકે શુક્રવારે 3400 બાદ રવિવારે 500 અને આજે સોમવારના રોજ વધુ 2000 ઇન્જેક્શનનો જથ્થો રાજકોટ આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

પાંચેક કંપનીઓ આ ઈન્જેક્શન બનાવે છે
રાજકોટમાં અંદાજીત 6 માસ પૂર્વે અગાઉના પીક પિરિયડ સમયે રેમડેસિવિરના કાળાબજાર થવા માંડ્યા હતા અને પોલીસ કેસ પણ થયા હતા. બાદમાં મેડિકલ સ્ટોર્સમાં એવા ઈન્જેક્શન વેચવાની છૂટ મળી અને આજથી મહિના પહેલાં પણ સ્થિતિ એવી હતી કે ઉપાડ જ ન હોવાથી ટૂંકી એક્સપાયરી ડેઈટવાળા ઈન્જેક્શન પડ્યા રહેતા હતા. હવે ઓચિંતી જરૂર વધી ગઈ તે દેખીતી રીતે જ એમ સૂચવે છે કે કોરોના કેસોની સંખ્યામાં ખૂબ વધારો થઇ રહ્યો છે.

મેડિકલ સ્ટોર સંચાલકે વધુ જથ્થો પુરો પાડવા માગ કરી.
મેડિકલ સ્ટોર સંચાલકે વધુ જથ્થો પુરો પાડવા માગ કરી.

એક દર્દીને 4થી 6 ઇન્જેક્શનની જરૂર પડે
તબીબી આલમના કહેવા મુજબ એક-એક દર્દીને ચારથી છ ઈન્જેક્શનની જરૂર પડે તેની સામે હાલ દરેકને એક-બે અથવા ત્રણ ઈન્જેક્શન આપીને અત્યાર પુરતી સગવડ સાચવી લેવામાં આવે છે. મેડિકલ સ્ટોર્સ સંચાલકોનું કહેવું છે કે, પાંચેક કંપનીઓ આ ઈન્જેક્શન બનાવે છે તે પૈકી બે કે ત્રણ કંપનીનો જથ્થો જ રાજકોટ આવી રહ્યો છે. જેમાં સરકાર દ્વારા સપ્લાય વધારી આપવાની ખૂબ જ આવશ્યકતા છે.

યશ મેડિકલ સ્ટોર્સ.
યશ મેડિકલ સ્ટોર્સ.

ઇન્જેક્શનની કાળા બજારી હવે શક્ય નથી
ઇન્જેક્શનની કાળા બજારી થતું હોવાનું સામે આવ્યા બાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રેમડેસિવિર ઈન્જેક્શન કોણ લઈ ગયું, કોના માટે, તેના સરનામા, સંપર્ક નંબર, આધારકાર્ડ તેમજ ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન મેળવ્યા બાદ જ મેડિકલ સ્ટોર્સ ધારક ઇન્જેક્શન વહેંચી શકે છે. આથી ઇન્જેક્શનની કાળા બજારી હવે શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો