• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Accused Took Rs 94,000 Worth Of Oil From An Oil Mill, Police Investigation Revealed Involvement In 4 Other Crimes.

છેતરપિંડી:રાજકોટમાં યુવક ઓઇલ મીલમાંથી રૂ.94 હજારનું તેલ લઈ રફૂચક્કર થયો, પોલીસ તપાસમાં અન્ય 4 ગુનામાં સંડોવણી ખુલી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેતરપિંડી આચરનાર આરોપી અલ્પેશ પરમાર - Divya Bhaskar
છેતરપિંડી આચરનાર આરોપી અલ્પેશ પરમાર

મોરબી રોડ જકાતનાકા પાસે સતનામ પાર્ક શેરી નં. 3 માં રહેતાં અને હરિપર ભુતકોટડા ગામે જાનકી નામે સીંગતેલની મીની ઓઇલ મીલ ચલાવતાં રોહિત જાદવજીભાઇ ભાગીયા (ઉ.વ.40)એ ગાંધીગ્રામ પોલીસમાં ગત તા. 6 જુલાઈના રોજ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જીજે-03-એમબી-7283 નંબરની સફેદ સેન્‍ટ્રો કારમાં આવેલો અને પોતાનું નામ સંજય પટેલ હોવાનું કહેનાર શખ્‍સ છેતરપીંડીથી રૂ. 94,870 ના તેલના ડબ્‍બા લઇ ભાગી ગયાનું જણાવાયું હતું.

તેલના 36 ડબ્‍બાનો ઓર્ડર આપ્‍યો હતો
રોહિત પટેલના ભાઇ ચંદ્રકાંતભાઇને 29 જૂનના રોજ એક ફોન આવ્‍યો હતો જેમાં ફોન કરનારે પોતાનું નામ સંજય પટેલ જણાવી તેલના 36 ડબ્‍બાનો ઓર્ડર આપ્‍યો હતો. આ ડબ્‍બા રાજકોટ ખાતે મોરબી બાયપાસ રોડ પર મારૂતિ સુઝુકીના વર્કશોપ ખાતે પહોંચાડવાના છે તેવું સંજયએ કહ્યું હતુ. ઓર્ડર મુજબ રોહિત પટેલ અને તેના કર્મચારી સાર્દુરભાઇ ટેમ્‍પોમાં 36 ડબ્‍બા તેલ લઇને રાજકોટ આવ્‍યા હતાં. અહિ એક શખ્‍સ કાર સાથે ઉભો હતો અને પોતે સંજય પટેલ છે તેમ કહી બે ડબ્‍બા તેલ ઉતરાવી બાકીના 34 ડબ્‍બા તેણે ભાડે બાંધેલી છકડોમાં રવાના કરાવી દીધા હતાં. ત્‍યારબાદ બે ડબ્‍બા તેલ પોતાની ઘરે ઉતારવાનું છે તેમ કહી કાર આગળ હંકારી રોહિત પટેલ અને તેના કર્મચારીને બીજી એક રિક્ષામાં બે ડબ્‍બા સાથે બેસાડી પાછળ આવવા કહ્યું હતું. રેલનગરમાં થોડે આગળ જઇ સંજયએ એક ગેઇટ બતાવી રિક્ષા અંદર લઇ જાઓ, પોતે પાછલા ગેઇટથી આવે છે તેમ કહી બારોબાર નાસી ગયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે કાર નંબરને આધારે દોડધામ આદરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
દરમિયાન ક્રાઇમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમી પરથી અલ્‍પેશ પરમારને સકંજામાં લઇ પુછતાછ કરાતાં તેણે મોરબી હરિપર ભુતકોટડા મીલ સાથેની ઠગાઇ કબુલવા ઉપરાંત જેતપુરની બે ઓઇલ મીલ અને લતીપરની એક ઓઇલ મીલ સાથેની ઠગાઇ કરી હોવાની કબૂલાત આપી હતી. અલ્‍પેશ પાસેથી પોલીસે સેન્ટ્રો કાર અને મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે. આ સાથે ઠગાઇથી મેળવેલુ કુલ રૂ 4,59,370 નું તેલ તેણે બારોબાર છુટક કેટરર્સના ધંધાર્થીઓ, કરીયાણાવાળાઓને બજારકિંમતથી રૂ. 200-300 ઓછા લઇ વેંચી દીધાનું રટણ કર્યુ છે.

આરોપીએ કુલ ચાર ગુનાની આપી કબૂલાત
અલ્‍પેશ અગાઉ સબમર્સીબલ પંપના કારખાનામાં કામ કરતો હતો. પોતાના ઉપર લાખોનું દેણું થઇ જતાં તેમાંથી બહાર નીકળવા ઠગાઇના રવાડે ચડી ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેતપુરની અન્‍ય એક મીલના નંબર પણ ગૂગલ પેમાંથી શોધી ફોન કરી રૂ. 67,500 ના 25 તેલના ડબ્‍બા મંગાવી ઠગાઇ કરી હતી. ઉપરાંત ધ્રોલના લતીપરમાં આવેલી ચામુંડા ઓઇલ મીલની અઢી મહિના પહેલા મુલાકાત લઇ ચામુડા ઇન્‍ડસ્‍ટ્રીઝ પેઢીનો ચેક આપી રૂ. 2,29,500નું 85 ડબ્‍બા તેલ રાજકોટ મંગાવી પેમેન્‍ટ ન કરી છેતરપિંડી આચરી હતી. આમ આરોપીએ કુલ ચાર ગુના કર્યાનું ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં કબૂલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...