તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે દિવસ પહેલા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઈન રાખતા વિપક્ષ આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરતા જ આપના કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી. જેના પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરોએ પાટીલ તેરી ગુંડાશાહી નહીં ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા.
સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા મહત્વની- આપ
આ અંગે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે,સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે. જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે.સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા મહત્વની હોય છે. જેને સત્તાધારી પક્ષ દ્વારા દબાવવામાં આવતા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પાટીલ તેરી તાનાશાહીના સુત્રોચ્ચાર કર્યા
રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સી.આર. પાટીલના ફોટા સાથેના બેનર હાથમાં પકડ્યા હતા. તેમજ પાટીલ તેની તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.