તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રાજકોટમાં યુવાને તળાવમાં મિત્રો સાથે ન્હાવા પડતા જીવ ગુમાવ્યો, પરિવારને છેક સાંજે ખબર પડતાં મૃતદેહ મળ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • હાજર અન્ય પાંચ મિત્રો ગભરાયને ભાગ્યા, પરિવારને પણ ડરના કારણે મોડેકથી જાણ કરી

રાજકોટના ભગવતીપરાના પુરૂષોત્તમ પાર્ક-1માં રહેતાં 17 વર્ષના યુવાનનું ગઇકાલે તળાવમાં મિત્રો સાથે ન્હાવા પડતા નિધન થયું છે. આ ઘટનાથી ગભરાય જઈને ત્યાં હાજર અન્ય પાંચ મિત્રો નાસી ગયા હતા. અને છેક સાંજે મૃતકના પરિવારને જાણ કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

યુવાન ડૂબી ગયાની તેના ઘરના લોકોને કોઇએ જાણ પણ કરી નહોતી
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતાં આશિષ દેવજીભાઇ ઉપાસરીયાએ ગઇકાલે રવિવારે પડોશમાં રહેતાં બીજા પાંચ જેટલા સગીર મિત્રો સાથે રિક્ષા ધોવા માટે લાલપરીએ ગયો હતો. ત્યાં ગયા બાદ બધા ન્હાવા પડ્યા હતાં. જેમાં આશિષ ઊંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. આ ઘટનાથી તેની સાથેના સગીર મિત્રો ગભરાય ગયા હતાં અને ભાગીને ઘરે આવી ગયા હતાં. આશિષ ડૂબી ગયાની તેના ઘરના લોકોને કોઇએ જાણ પણ કરી નહોતી.

આશિષ પરિવારનો આધારસ્તંભ હતો
સાંજે આશિષના પરિવારજનોએ છોકરાઓને થોડુ કડકાઇથી પૂછતાં પછી તેણે આશિષ ડૂબી ગયાની વાત કરતાં પરિવારજનો લાલપરીએ દોડી ગયા હતાં. ફાયર બ્રિગેડની ટીમે આશિષનો મૃતદેહ શોધી કાઢતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બી-ડિવીઝનના રાજાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આશિષ બે ભાઇ અને બે બહેનમાં મોટો અને પરિવારનો આધારસ્તંભ હતો. હજુ ગઇકાલે સવારે તો તે પિતાને પોતાના ફોનમાં કોરોનાથી કેટલા મોત થાય છે તેના સમાચાર વ્હોટ્સએપમાં દેખાડતો હતો. ત્યાં સાંજે તેના જ મૃત્યુના વાવડથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતાં.