તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Youth Begging In The Name Of Religion Stole A Mobile Phone In A Matter Of Seconds In The Presence Of A Trader And A Customer. The Whole Incident Was Captured On CCTV.

ધર્મના નામે તસ્કરી:રાજકોટમાં ધર્મના નામે ભિક્ષા માંગનાર યુવકે વેપારી અને ગ્રાહકની હાજરીમાં ગણતરીની સેકન્ડમાં મોબાઇલ ચોરી લીધો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ6 મહિનો પહેલા
વેપારી ગ્રાહકમાં મશગુલ, ત્યારે ચોરે કળા કરી 
  • પોલીસે CCTVના આધારે તજવીજ હાથ ધરી છે

રાજકોટ શહેરમાં ચોરી-લૂંટફાટની ઘટનાઓ સતત વધી રહી છે. આજકાલના ચોરોએ ભિક્ષાના બહાને ધોળે દિવસે ચોરી કરવાનું શરુ કરી દીધું છે. ત્યારે આજે રાજકોટનાં હાર્દ સમાન ધર્મેન્દ્ર રોડ પર બેગની દુકાનમાં ફકીરના વેશમાં યુવક ભિક્ષા માંગવા માટે આવે છે, વેપારી તેમજ ગ્રાહક હાજર હોવા છતાં ફકીર જેવા લાગતા આ યુવકે ગણતરીની સેકંડોમાં જ કાઉન્ટર પર પડેલ મોબાઈલની તસ્કરી કરીને ત્યાંથી નાસી ગયો હતો આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

વેપારી ગ્રાહકમાં મશગુલ, ત્યારે ચોરે કળા કરી
આ બનાવના CCTV માં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે,વેપારી દુકાનમાં હાજર ગ્રાહકોને બેગ અને પર્સ દેખાડી રહ્યા છે ત્યારે ફકીરના વેશમાં યુવક આવે છે અને પૈસાની માંગણી કરે છે પરંતુ વેપારી તેને દાદ નથી આપતો, એ સમયે યુવક ત્યાં જ ઉભો રહે છે આ દરમિયાન વેપારી બીજી વસ્તુ કાઢવા જાય છે. તેમજ ગ્રાહક વસ્તુઓ જોવામાં મશગુલ છે. બરાબર આ તકનો લાભ લઈ માંગવા માટે આવેલો યુવક ધીરેથી દુકાનમાં હાથ નાંખીને મોબાઈલ તફડાવી મોબાઇલ ઉઠાવી અને ઝોલામાં મૂકી ફરાર થઈ જાય છે.

વેપારી તેને દાદ નથી આપતો
વેપારી તેને દાદ નથી આપતો

વેપારીએ જ્યારે પોતાનો મોબાઇલ શોધ્યો ત્યારે મળ્યો નહોતો
ગ્રાહકોના ગયા બાદ દુકાનના વેપારીએ પોતાનો મોબાઈલ શોધતા તેને મળ્યો નહીં આખરે તેમણે દુકાનનાં CCTV ચેક કરતા ભિક્ષા માંગવા આવેલા યુવકની કરામત અંગેની જાણ તેમને થતા તેઓ તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતા અને CCTVના આધારે ચોરીની ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરતા પોલીસે CCTVના આધારે તજવીજ હાથ ધરી છે. આ ઘટના રાજકોટના વેપારીઓ માટે ચેતવણી સમાન છે કે તેમણે આવા શખ્સોથી સાવચેતી રાખવી પડશે.