રાજકોટમાં 'લવ, સેક્સ ઔર ધોખા' ફિલ્મ જેવી ઘટના ઘટી છે. જેમાં યુવતીને સોશિયલ મીડિયામાં મુળ અમરેલી પાસેનાં ખારા ગામનાં અને હાલ સુરતમાં મોટા વરાછામાં સહજાનંદ સોસાયટીમાં રહેતા અને ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીનું કામ કરતા એક સંતાનના પિતા ગૌતમ મેરામ ગરાણીયા સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા બાદ યુવતીને તરછોડી દીધી હતી. જયારે યુવતી યુવકને મળવા તેના ઘરે પહોંચી ત્યારે યુવકે કહ્યું- મારે પત્નીને અને બાળકો પણ છે. આ ઘટનાથી યુવતી હચમચી ગઈ હતી અને આપઘાત કરવા જતી હતી ત્યારે યુવકના સગાએ તેને આપઘાત કરતા અટકાવી ફરિયાદ કરવા સમજાવી હતી. જે બાદ હાલ યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
આરોપી યુવતીને મળવા રાજકોટ આવ્યો
આ મામલે પોલીસે કલમ 376(2)(ગ) અને એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી હેઠળ આરોપી ગૌતમ મેરામભાઈ ગરણીયાની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી યુવતીએ પોલીસમાં જણાવ્યું કે,મારે સોશિયલ મીડિયા મારફત ગૌતમ સાથે પરીચય થયા બાદ ચેટીંગ શરૂ કર્યું હતું. ગત જુલાઈ માસમાં આરોપી તેને મળવા રાજકોટ આવ્યો હતો.
બે વખત મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો
વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, ગૌતમે કોલ કરતા હું હોટલમાં મળવા ગઈ હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે તે મને ખુબ પ્રેમ કરૂં છું અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. અને તે અપરીણીત છે માટે જો મારી હા હોય તો તે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગયો હતો. જેથી મેં ગૌતમ પર વિશ્વાસ કર્યો હતો. ત્યારબાદ ગૌતમ ફરીથી રાજકોટ આવ્યો હતો અને જે હોટલમાં રોકાયો હતો ત્યાં બે વખત મારી સાથે શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો.થોડા સમય બાદ આરોપી ત્રીજી વખત મને મળવા આવ્યો હતો.
હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતાં
ત્યારે ફરીથી હોટલમાં બે વાર શરીર સંબંધ બાંધી સુરત જતો રહ્યો હતો. ગઈ તા. 12 જુલાઈનાં રોજ આરોપી ફરીથી રાજકોટ આવ્યો હતો. તેને લીમડા ચોકમાં આવેલા ગેસ્ટ હાઉસમાં બોલાવતા ત્યાં ગઈ હતી. જયાં ફરીથી આરોપીએ તેની શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી બન્ને જૂનાગઢ ગયા હતાં. જયાં કાળવા ચોકનાં ગેસ્ટ હાઉસમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી બન્ને સુરત ગયા હતાં. જયાં રોકાઈ બસમાં દ્વારકા ગયા હતાં. ત્યાંની હોટલમાં ત્રણ દિવસ રોકાયા હતાં.
બે પરીચીતો સમજાવવા આવ્યા
આરોપીએ ત્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણે પહેલા લગ્ન કે મૈત્રી કરાર કરવાનું કહી ઈન્કાર કરી દીધો હતો. આમ છતાં આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ રાજકોટ આવ્યા હતાં. એસટી બસ સ્ટેન્ડ પાસે બેસાડી આરોપી તેના ડોક્યુમેન્ટની બેગ લઈ હમણાં આવું છું તેમ કહી ભાગી ગયો હતો.જેથી તે આપઘાતના ઈરાદે માધાપર ચોકડી ગઈ હતી.જયાં આરોપીના બે પરીચીતો સમજાવવા આવી જતા રહ્યાં હતાં.આ પછી મોડી રાત્રે મહિલા પોલીસ મથકે ફરીયાદ કરવા ગઈ હતી. જયાંથી તેના પિતાને કોલ કરાતા તેમણે સંબંધ રાખવાનો ઈન્કર કરી દીધો હતો. પરિણામે તેણે સખી વન સ્ટોપ ખાતે રાખવામાં આવી હતી.જયાંથી નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. આખરે આજે ફરીયાદ નોંધાવી હતી.
છુટાછેડા બાદ તારી સાથે લગ્ન કરીશ
ઘરે કોઈને કહ્યા વગર યુવતી ડોક્યુમેન્ટ લઇ સુરત પહોંચી તો હવસખોર ગૌતમે કહ્યું,મારી પત્ની સાથે છુટાછેડા લઈ લીધા બાદ તારી સાથે લગ્ન કરીશ!
યુવતીએ જણાવ્યું હતું કે,ગયા મહિને ગૌતમે તેને કોલ કરી ડોક્યુમેન્ટ લઈ સુરત આવવાનું કહ્યું હતું.જેથી તે ઘરેથી કોઈને કહ્યા વગર અસલ ડોક્યુમેન્ટ લઈ સુરત ગઈ હતી. આ વખતે આરોપીએ ઘટસ્ફોટ કર્યો હતો કે,મારી પત્ની હાલ ઘરે છે. મારે એક પુત્ર પણ છે.
વાલીને સઘળી હકીકત જણાવી
અત્યારે તુ રાજકોટ જતી રહે હું મારી પત્ની અને છોકરાને પીયર મોકલી દીધા બાદ છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેમ કહ્યું હતું.આ પછી બન્ને બસમાં બેસી દ્વારકા ગયા હતાં.જયાંથી ટેક્ષી કરી રાજકોટ પહોંચ્યા હતાં. આરોપી તેને હોસ્પિટલ ચોકમાં ઉતારી થોડા દિવસમાં પાછો આવીશ,ત્યાં સુધીમાં તુ કોઈ ફરીયાદ કરતી નહી તેમ કહી જતો રહ્યો હતો.ઘરે જઈ તેણે વાલીને સઘળી હકીકત જણાવતા તેમણે પોલીસ ફરીયાદ કરવાનું કહ્યું હતું. પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે મહિલા પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.