જીવ સટોસટીનો ખેલ:રાજકોટમાં બોર્ડ પકડી યુવાન ધસમસતા પાણીમાં ઉભો રહ્યો, લોકોએ દોરડાથી રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો, ગોંડલના ડૈયા ગામમાં 20 લોકો ફસાતા એરલિફ્ટ કરાશે

રાજકોટએક મહિનો પહેલા
વ્યક્તિએ કોર્પોરેશનનું બોર્ડ પકડી રાખ્યું હતું
  • કાગદળી ગામ પાણી પાણી થઇ ગયું

રાજકોટમાં રૈયા રોડ પર આવેલા તુલસી સુપર માર્કેટ પાસે ભારે વરસાદને પગલે રસ્તા પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે એક વ્યક્તિએ કોર્પોરેશનનું બોર્ડ પકડી રાખ્યું હતું. જેનું સ્થનિકો દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. જિલ્લામાં ગત રાત્રીથી અત્યાર સુધીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ગોંડલના ડૈયા ગામે 20 જેટલા પરપ્રાંતીય લોકો ધોધમાર વરસાદમાં ફસાયા છે. તેથી ગ્રામજનોને રેસ્ક્યુ કરવા કલેકટર કલેકટર અરૂણ મહેશ બાબુએ સૂચના આપી છે. જેને પગલે થોડીવારમાં ગ્રામજનોને હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવશે. આ ઉપરાંત ગોંડલના કોલીથડ ગામમાં જળબંબાકાર સર્જાયો છે. કોલીથડ ગામના બસ સ્ટેશનમાં કેડ સમા પાણી ભરાયા હતા. ગામને જોડતા મુખ્ય પુલ ધોવાયો છે. આ ઉપરાંત ગામમાં મોબાઈલ સેવા પણ ઠપ્પ થઈ છે. ભારે વરસાદને પગલે અનેક વીજ થાંભલા તથા વૃક્ષો ધરાશાયી થયા છે.

ડૈયા ગામે 20 જેટલા પરપ્રાંતીય લોકો ધોધમાર વરસાદમાં ફસાયા
ડૈયા ગામે 20 જેટલા પરપ્રાંતીય લોકો ધોધમાર વરસાદમાં ફસાયા
વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા
વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા

કાગદળી ગામ પાણી પાણી થઇ ગયું હતું
શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં કાગદળી ગામ નજીક સેન્ટ્રો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો
ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું
ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું

ગોંડલમાં 6 કલાક 6 ઇંચ વરસાદ
ગોંડલમાં 6 કલાક 6 ઇંચ વરસાદ પડ્યો છે. ભા૨ે વ૨સાદના કા૨ણે અનેક નીચાણવાળા વિસ્તા૨ોમાં પાણી ઘુસી ગયા હતા જેમાં ઉમવાડા બ્રીજ, આશાપુ૨ા બ્રીજ, લાલપુલ સહિતના વિસ્તા૨ોમાં કેડ સમા પાણી ભ૨ાય ગયા હતા. આ ઉપ૨ાંત ગોંડલનો વે૨ીડેમ ઓવ૨ફલો થવા પામેલ છે. ગોંડલમાં કંટોલીયા, વો૨ા કોટકડાના નાગિ૨કોને નદીના પટમાં અવ૨ જવ૨ નહીં ક૨વા સુચના તંત્ર દ્વા૨ા આપવામાં આવી છે. તેમજ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલ મોતીસ૨ ડેમ અને વેક૨ી ડેમ પણ ઓવ૨ફલો થવા પામેલ છે. આ ઉપ૨ાંત ગોંડલ શહે૨ના અન્ડ૨ બ્રીજમાં પાણી ભ૨ાતા આ બ્રીજ સ્વીમીંગ પુલમાં ફે૨વાતા આ બ્રીજમાં વાહન વ્યવહા૨ની અવ૨ જવ૨ બંધ થવા પામી છે.

તંત્ર દ્વારા આવશ્યક નંબર જાહેર કરાયા
તંત્ર દ્વારા આવશ્યક નંબર જાહેર કરાયા
પ્રિ-મોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે
પ્રિ-મોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે
ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં
ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં