રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક એસઆરપી કેમ્પ પાસે વર્ધમાન એવન્યુ સામે આશાપુરા રેસિડેન્સીમાં યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરે બેઠા કોલેજમાં અભ્યાસ કરતાં મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણ (ઉં.વ.18) નામના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
યુવક બે બહેન અને 4 ભાઈમાં ત્રીજા નંબરનો ભાઈ હતો
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મહિપાલસિંહ બે બહેન અને ચાર ભાઇમાં ત્રીજો હતો. તેના પિતા સોહનસિંહ ચૌહાણ પ્રાઇવેટ નોકરી કરે છે. આ પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે. જોકે, વર્ષોથી રાજકોટ રહે છે. મહિપાલસિંહે આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ PSI વી.એન. બોદરે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવાન દીકરાના આ પગલાથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
મવડી પ્લોટમાં પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના મવડી પ્લોટમાં રહેતાં અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતાં દિવ્યાંગ પ્રૌઢે ગઈકાલે સાંજે રીબડા ચોકડી નજીક ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રૌઢ બેભાન હોઇ તેમણે પગલું શા માટે ભર્યુ તે જાણી શકાયું નથી. એક મહિના પહેલા જ પ્રૌઢે ભાવનાબેન સાથે બીજા લગ્ન કર્યા છે તે પણ દિવ્યાંગ છે. ગઇકાલે પ્રૌઢે પત્નીને પોતાના માતા-પિતા પાસે ગુંદાસરા ગામે મૂકીને પોતે હમણાં આવે છે તેમ કહીને નીકળ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. ભાનમાં આવ્યે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા નિવેદન નોંધી તપાસ હાથ ધરવામાં આવશે.
ગઇકાલે વીંછિયામાં ધો.10ની છાત્રાએ આપઘાત કર્યો હતો
ગઇકાલે વીંછિયાના અમરાપુરમાં આવેલી કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં રહીને આદર્શ માધ્યમિક શાળામાં ધો.10માં અભ્યાસ કરતી છાંસિયા ગામની કાજલ મુકેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થિનીએ શાળાના ગ્રાઉન્ડમાં ઝાડ સાથે દોરી બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
સંસ્થામાંથી ફોન આવ્યો ત્યારે અમને જાણ થઈઃ પિતા
કાજલના પિતા મુકેશભાઈ જોગરાજીયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી કાજલ ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. મારે 4 સંતાન છે અને કાજલ બીજા નંબરની હતી અને તે આ સંસ્થામાં બે વર્ષથી અભ્યાસ કરતી હતી. મને રાત્રે 10 વાગ્યા આસપાસ સંસ્થામાંથી ફોન આવ્યો હતો અને પછીની 10મી મીનિટે ધારાસભ્યનો ફોન આવ્યો કે તમે વીંછિયા દવાખાને આવો, તમારી દીકરીને ત્યાં લઈ ગયા છીએ. લોકો કહે છે કે, દોરી સાથે ફાંસો ખાધો છે. અમે સીધા દવાખાને જ ગયા હતા. તેને ભણવાની કોઇ ચિંતા ન હતી, તે ક્યારેક કહેતી કે બહેન ખારા થાય છે, અમારો વાંક ન હોય તો પણ. મેં સમજાવ્યું કે બહેન છે, ક્યારેક ગુસ્સે થાય પણ ખરા. આવું પગલું થોડું ભરી લેવાય.
મારી દીકરી કોઇ દી’ફાંસો ન ખાય
કાજલના માતા વસનબેને જણાવ્યું હતું કે, અમને તો પછી કહ્યં, સીધા દવાખાને જ બોલાવ્યા હતા. અમને પહેલાં ન કહ્યું. મને તો એવી શંકા છે કે અમારી દીકરીને કોઇએ કશુંક કરી નાખ્યું લાગે છે. આવો બનાવ બને જ નહીં, મારી દીકરીને કોઇ દુ:ખ હતું જ નહીં. તેને તો આગળ ભણવું હતું.
દારૂના નશામાં ચકચુ૨ થઈ આધેડે આપઘાતનો પ્રયાસ ર્ક્યો
રાજકોટ શહેરના રૈયાગામ સ્મશાન પાસે ૨હેતાં આધેડે પોતાના ઘરે હતાં ત્યારે દારૂના નશામાં ચકચુ૨ થઈ રૂમમાં જઈ પંખાના હુકમાં દો૨ડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ ર્ક્યો હતો. તેમની પત્નીએ રૂમમાં તપાસ ક૨તા પતિ લટકેલ હોય જેથી રૂમનો દ૨વાજો તોડી યુવકને નીચે ઉતારી સા૨વા૨માં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ ક૨તાં સ્ટાફ દોડી આવ્યો હતો અને આપઘાતના પ્રયાસ અંગે તપાસ હાથ ધરી હતી. યુવકના પત્નીએ જણાવ્યું હતું કે,તેભંગા૨ વિણવાનું કામ ક૨તો અને ગઇકાલે દારૂના નશામાં ધુત હતો. જે બાદ તેને પગલું ભર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.