• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Young Man From Manharpur Called The Police Control Room And Said, "I Killed My Wife Because I Was Fed Up With Her Character. Where Can I Be Present?"

...મારે મારી નાખવી હતી:રાજકોટમાં યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું- ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી, ક્યાં હાજર થાઉં'

રાજકોટ3 મહિનો પહેલા
  • ઘરે છરીના ઘા ઝીંકી વાહનમાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ જઈ ગળેટૂંપો દઈ દીધો
  • 5 વર્ષ પહેલાં બન્નેએ પ્રેમલગ્ન કર્યાં હતાં, પિતાની ધરપકડ થતાં બે વર્ષની બાળકી નોધારી બની

રાજકોટની ભાગોળે અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેતા યુવકે તેની પત્નીની ઘાતકી રીતે હત્યા કરી લાશને અવાવરૂ સ્થળે રાખી દીધી હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું- ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી છે, ક્યાં હાજર થાઉં'. આ ઘટનાને પગલે જે જગ્યાએથી ફોન થયો હતો ત્યાં તરત યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને યુવકે અવાવરૂ સ્થળેથી પત્નીની લાશ પોલીસને સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી.

મારી પત્ની ચારિત્રહીન છે
પ્રાપ્ત વિગતો અનુસાર, મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે શુક્રવારે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. કયા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.' શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખસ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે. પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યું. શૈલેષે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ તે પોલીસની સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર લઈ જઈ તેની પત્ની નેહા (ઉં.વ.22)ની લાશ પોલીસને બતાવી હતી.

આરોપી પતિ શૈલેષ પંચાસરા.
આરોપી પતિ શૈલેષ પંચાસરા.

ઘંટેશ્વરની નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા
શૈલેષ પંચાસરાએ પોલીસને જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. નેહાને અનેક યુવક સાથે લફરાં હોઈ, આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. છૂટાછેડા પછી પણ મને શંકા હતી કે નેહાને બીજા છોકરા સાથે લફરું છે. તેના મોબાઇલ ફોનમાં બીજા છોકરાના ફોટા પણ હતા. આ અંગે મેં તેના પિતાને પણ વાત કરી હતી. મારી 2 વર્ષની દીકરી નેહા પાસે હતી. તેને તે સરખી રીતે સાચવતી ન હોઈ, મારું મગજ પાંચ દિવસથી ભમતું હતું. મારે તેને મારી નાખવી હતી અને એવા જ વિચાર આવતા હતા, પણ તક નહોતી મળતી. ત્યાં શુક્રવારે રાતે સામેથી નેહાએ મને ફોન કરી બજરંગવાડી સુધી મૂકી જવાનું કહેતાં હું બોલેરો લઇને ગયો હતો અને ત્યાંથી સીધો અટલ સરોવર પાસે લઈ ગયો હતો. તેને નીચે ઉતારી છરીથી તેના પર તૂટી પડ્યો હતો, પણ છરી બટકી ગઇ હતી. નેહાએ બૂમાબૂમ ચાલુ કરતાં મેં ખભે રાખવાના ફાળિયાથી ગળાટૂંપો દઇ તેને મારી નાખી. એ પછી મેં જાતે જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. તેને મારી નાખ્યાનો મને જરાય અફસોસ નથી.

સાસરિયાંના ત્રાસથી નેહાએ આઠ માસ પૂર્વે જ રાહુલ સાથે છૂટાછેડા લીધા હતા
ઘંટેશ્વર 25 વરિયા ક્વાર્ટરમાં રહેતી નેહાના પિતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા મૂળ મૂળીના પ્રવીણસિંહ ભૂપતસિંહ પરમારને ત્યાં રિક્ષા ચલાવતા. શૈલેષ અને નેહા વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ પાંચ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા ને બાદમાં પતિ શૈલેષ સાસુ અંજુબેન, દિયર સુનીલ વારંવાર નેહાને ત્રાસ આપતા હોઈ, નેહાએ 8 માસ પૂર્વજ પતિ શૈલેષ સાથે છૂટાછેડા લઈ પિતાના ઘરે ઘંટેશ્વર 25 વરિયા ક્વાર્ટરમાં રહેવા આવી હતી અને પારસાણાનગરમાં અગરબત્તીના ગૃહઉદ્યોગમાં નોકરીએ લાગી હતી.

પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરી.
પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરી.

માસીના ઘરે જવાનું કહી નીકળી હતી
દશેરાની ગત રાત્રે ઘંટેશ્વરમાં પિતાના ઘરે રહેતી નેહાને ગઈકાલે રાતે 9 કલાકે બજરંગવાડીમાં રહેતા અને બ્યુટિપાર્લર ચલાવતા તેના કૌટુબિક માસી ક્રિષ્નાબા રાજેન્દ્રસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો, તેની તબિયત સારી ન હોઈ, નેહાને તેના ઘરે બોલાવી હતી. પિતા પ્રવીણસિંહને માસીના ઘરે જવાનું કહી નીકળી હતી અને પરિવારજનોને ઘરેથી નીકળ્યા બાદ નેહા માસીના ઘરે પહોંચી હોવાનો ફોન કર્યો ન હતો.

નેહાની લાશ જોતાં પરિવાર પર આભ ફાટ્યું
જેથી પિતા પ્રવીણસિંહે પોતાની પુત્રીના ફોન પર ફોન કરતાં એ બંધ આવતો હતો, જેથી બજરંગવાડીમાં રહેતા અને બ્યુટિપાર્લર ચલાવતા ક્રિષ્નાબાને ફોન કરતાં નેહા ત્યાં આવી જ નથી હોવાનું જણાવતાં પરિવાજનો ચિંતિત બન્યાં હતાં અને શંકા જતાં શૈલેષના ઘરે તપાસ માટે ગયા હતા. ત્યારે શૈલેષ ઘરે હાજર ન હતો અને ઘરે પંખા અને લાઈટ ચાલુ હતાં તેમજ ઘર ખુલ્લું હતું. નેહાની મોડે સુધી શોધખોળ છતાં કોઈ પતો લાગ્યો નહી. અંતે, રાતે યુનિવર્સિટી પોલીસનો ફોન આવ્યો હતો, જેણે નેહાની હત્યાના સમાચાર આપતાં પરિવાજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં નેહાની લાશ જોતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...