તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં કોરોનાના નેગેટિવ વિચારોથી કંટાળી યુવકે ઝેર ગટગટાવ્યું, સ્યુસાઇડ નોટમાં લખ્યું- કોરોના બાદ મને મને જીવવું ગમતુ નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક હાલ સારવાર હેઠળ છે  - Divya Bhaskar
યુવક હાલ સારવાર હેઠળ છે 
  • ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો
  • યુવક રાજકોટ ડેરીમાં ક્લાર્ક કલાર્ક તરીકે કામ કરે છે

રાજકોટનાં યુનિવર્સિટી રોડ જલારામ ચોક નજીક શાંતિનગરમાં રહેતા અને રાજકોટ ડેરીમાં કલાર્ક તરીકે કામ કરતા યુવાને ઘંટેશ્વર રોડ પર ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. યુવાન પાસેથી ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવતાં યુનિવર્સિટી પોલીસ મથકનાં સ્ટાફે યુવાનનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

યુવક સારવાર હેઠળ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના શાંતીનગર વિસ્તારમાં આવેલ જલારામ ચોક નજીક રહેતા હાર્દિક જયંતકુમાર મહેતા નામના 30 વર્ષીય યુવાને આજે વહેલી સવારે 6 વાગ્યે ઘંટેશ્વર રોડ પર કોઇ ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસને હાર્દિક મહેતા પાસેથી ત્રણ પાનાની એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

કોરોના બાદ મને મને જીવવું ગમતુ નથી
આ સ્યુસાઇડ નોટમાં તેણે જણાવાયું હતું કે, હું આત્મહત્યા કરૂ છું. તેનો જવાબદાર હું પોતે જ છું. મને કોઇ હેરાન-પરેશાન કરતા નથી. મારા મનની દશા કોરોના પછી એકદમ નેગેટીવ થઇ ગઇ છે મને મારા પરિવાર, મિત્રો અને સંસ્થાના લોકો મને પોઝીટીવીટી મળે તે માટે મદદ કરતાં હતા પરંતુ મારો સ્વભાવ જ ખરાબ થઇ ગયો છે. મારામાં નેગેટીવીટી એટલી આવી ગઇ છે કે મને જીવવું ગમતુ નથી પહેલા જે હું જીંદગી જીવતો અને હવે જીવુ છે તેમાં ઘણો તફાવત છે. હું ડરપોક કે હારેલો નથી પરંતુ માનસીક રીતે થાકી ગયો છું.

મારી આવક મારા-માતા પિતાને આપી દેશો
માતા-પિતાને સંબોધીને લખ્યુ હતું કે મારા માતા-પિતા ખૂબ જ લાગણીશીલ છે. આઉંમરે મારે તમારી સેવા કરવાની હોય ત્યારે હું તમને હેરાન કરૂ છું એ મને ગમતુ નથી. આથી હું મારી જીંદગી ટુંકાવુ છું. મારી આત્માની શાંતિ મળે એ માટે તમે કોઇ રડશો નહી કારણ કે રડશો તો મને દુ:ખ મળશે, મારી આવક મારા-માતા પિતાને આપી દેશો.

પોલીસે તજવીજ હાથ ધરી
બહેનને જણાવ્યુ હતું કે બહેન આ વર્ષે હું રાખડી બાંધવા માટે હોઇશ નહી પરંતુ ચિંતા કરતી નહી આ ભાઇ મર્યા પછી પણ તારી રક્ષા કરશે. આ મારૂ વચન છે તને કોઇપણ તકલીફ પડવા નહી દઉં મારા અસ્થિને દ્વારકામાં પધરાવજો અને કોઇ પણ રડશો નહી. આ સ્યુસાઇડ નોટ યુનિવર્સિટી પોલીસે કબ્જે લઇ તજવીજ આદરી છે.