ધોળે દિવસે લૂંટ:રાજકોટમાં વિધવા મહિલાને બાઇકમાં આવેલ યુવક-યુવતીએ આંતરી ઝેરી સ્પ્રે છાંટી રૂ.19 હજારની લૂંટ ચલાવી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • યુવતીએ મહિલાને માર મારી પછાડી દીધી, સ્પ્રેની અસરને કારણે મહિલા 20 મિનિટ સુધી બેશુદ્ધ હાલતમાં પડી રહી

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ધોળે દિવસે સરાજાહેર લૂંટની ઘટના સામે આવી છે. જ્યાં ગાયત્રીધામ પાસે વિધવા મહિલાને આંતરી બાઇકમાં આવેલ યુવક-યુવતીએ ઝેરી સ્પ્રે છાંટી સોનાના બુટીયા અને રોકડ સહિત રૂ.19 હજારની લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. આ મુદ્દે ભોગ બનનારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે પોલીસે આઇ.પી.સી.કલમ.ની કલમ 328,394 અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જમીલાબેનના ઘરે કામ કરવા જતી
આ અંગે 42 વર્ષીય યાસ્મીન અબ્દુલરજાક બુકેરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પુત્ર અમન સાથે રહુ છું અને મારી દિકરી અફસાનાના લગ્ન થઇ જતા તે સાસરે છે અને મારા પતિનું સાતેક વર્ષ પહેલા અવસાન થયું હતું. હું પારકા ઘરકામ કરી મારા પરીવારનું ગુજરાન ચોલાવું છુ.તા.30/06ના સવારના હું ચાલીને મારા ઘરેથી વોરા સોસાયટી ખાતે જમીલાબેનના ઘરે કામ કરવા જતી હતી.

મને વાંક ગુના વગર કેમ મારો છો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયે ગાયત્રીધામ આગળ મનમોહન મારબલની પાછળ બગીચા પાસે જતી હતી ત્યારે એક બાઇક જેમા આગળ પાછળ નંબરના હોય તે ઉભેલુ હતું અને તેમા એક પુરૂષ તથા એક સ્ત્રી પાછળ બેઠેલા હતા. તેઓની ઉંમર આશરે 30થી 40 વર્ષની હતી. હું ત્યાંથી પસાર થતા. તેઓએ મને અટકાવીને સિનર્જી હોસ્પીટલ જવાનો રસ્તો પુછતા મે તેઓને ગાયત્રીધામ બાજુ જવાનો રસ્તો બતાવ્યો હતો. એટલામા પાછળ બેઠેલી સ્ત્રીએ મને પાટું મારતા હું પડી ગઈ હતી. આ સ્ત્રી અને પુરૂષ અચાનક બાઇકમાંથી ઉતરી ગયો, મે તેમને પૂછ્યું કે, 'મને વાંક ગુના વગર કેમ મારો છો'

સોનાના બુટીયા બળજબરી પૂર્વક કાઢી લીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સાંભળીને પેલીસ્ત્રીએ મને ચુપ કરાવી દીધી હતી. છતાં મે રાડા રાડી કરતા પેલીએ મને માથાના ભાગે એક લાકડાનું બટકુ માર્યું હતું અને બન્ને મને ઢીકાપાટુંનો માર મારવા લાગ્યા હતા. મારી પાસે રહેલ થેલી ઝુટાવવાની કોશિશ પણ બન્નેએ કરી હતી પણ મે થેલી પકડી રાખતા પેલી સ્ત્રીએ તેની સાથે રહેલ પુરૂષને કહ્યું હતું કે, 'જલ્દી સ્પ્રે કાઢીને છાંટ' એટલે પેલા પુરૂષે મને મોઢા તથા આંખોના ભાગે ઝેરી સ્પ્રે છાંટી દીધો હતો. જેનાથી મારુ મોઢું તેમજ આંખો બળવા લાગી હતી અને હું અર્ધબેભાન જેવી થઇ ગઈ હતી. એ સમયે બન્નેએ મારા કાનમાંથી અડધા તોલાના સોનાના બુટીયા બળજબરી પૂર્વક કાઢી લીધા હતા.

હું અર્ધબેભાન અવસ્થામાં પડી રહી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા હાથની થેલી ઝુંટવી લીધી હતી અને તેમા રહેલ રૂ.4000 અને પાકીટ લઇ ગયા હતા. મારો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો. હું ત્યાં 20થી 25 મિનિટ સુધી અર્ધબેભાન અવસ્થામાં પડી રહી હતી. મને થોડું ભાન આવતા હું લથડીયા ખાતી ખાતી ધીરે ધીરે ચાલીને મનમોહન મારબલના ડેલા પાસે જામનગર રોડ ઉપર પહોંચી ત્યારે અમારો ઓળખીતો સલમાન રીક્ષા લઇને નીકળતા તેણે મારી હાલત જોઈને મને રીક્ષામાં બેસાડી વોરા સોસાયટી જમીલાબેનના ઘરે હું કામ કરૂ છુ ત્યા મને લઇ ગઈ હતી. ત્યાંથી હાલ હું અહીં પોલીસ મથકે ફરિયાદ કરવા આવી છું.

અન્ય સમાચારો પણ છે...