અકસ્માત:રાજકોટમાં રૈયા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા યુવાન ફંગોળાઈને રોડ પર પટકાયો, સારવારમાં મોત

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • મૃતક યુવાન ઉત્તરપ્રદેશનો વતની, મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો

ઉતરપ્રદેશના ગોરખપુરના બધેલા ગામે રહેતો અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ રૈયા રોડ પર આવેલા રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. 405માં રહેતો ચંદ્રભૂષણ મેવાલાલભાઇ ભારતી (ઉં.વ. 26) ગઇકાલે પોતાનું GJ-03-DH-8009 નંબરનું બાઇક લઇને ઘરે આવતો હતો. ત્યારે રૈયા રોડ પર સવન હાઇટ્સ પાસે અચાનક ગાય આડી ઉતરતા યુવાન ફંગોળાઇને રોડ પર પટકાયો હતો. આજે તેણે સારવાર દરમિયાન દમ તોડતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યુ હતું. મૃતક યુવાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. તેના પરિવારજનો ગોરખપુરના બધેલા ગામે રહે છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિના પહેલા વિસાવદરના યુવાનનું રાજકોટમાં મોત નીપજ્યું હતું
એક મહિના પહેલા વિસાવદ૨ તાલુકાના વિરપુર ગામે ૨હેતા ઉમેદભાઈ લખુભાઈ શેખવા પાક માટે જંતુનાશક દવા અને ખેતીની અન્ય વસ્તુઓ લેવા બિલખા ગયા હતા. ત્યાંથી તેઓ બાઈક પર વિરપુર પ૨ત ફરી ૨હ્યા હતા ત્યારે રોડ પ૨ ગાય આડી ઉત૨તા બાઈક સ્લીપ થઈ ગયું હતું. અકસ્માતમાં ઉમેદભાઈને ગંભી૨ ઈજા પહોંચી હતી. જેથી તેઓને તુરંત જીનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. પરંતુ સારવાર દ૨મિયાન જ તેઓનું મોત નીપજતા પરીવા૨માં કલ્પાંત છવાયો હતો.