આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં સાસુ સાથે બોલાચાલી થતા મહિલાએ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કર્યું, ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીતુબેનને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. - Divya Bhaskar
જીતુબેનને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
  • પતિ રિક્ષાના ફેરા કરવા ગયા અને પત્નીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આનંદનગર કોલોની પાછળ શ્રીનગર-1 માં રહેતાં જીતુબેન સુરેશભાઇ ગોહેલ (ઉ.વ.47) નામના મહિલાએ સાસુ સાથે બોલાચાલી થતા ઘરે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

એકલતાનો લાભ ઉઠાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર આનંદનગર કોલોની પાછળ શ્રીનગર-1 માં રહેતા જીતૂબેન સુરેશભાઇ ગોહેલ (ઉ.વ.47) નામના મહિલાને તેમના સાસુ સાથે બોલાચાલી થતા બપોર બાદ ઘરે કોઇ ન હોવાથી ત્‍યારે પોતે એકલતાનો લાભ ઉઠાવી આ પગલુ ભર્યુ હતું. લોકો ભેગા થઇ જતાં કોઇએ જીતુબેનના પતિ સુરેશભાઇ હમીરજીભાઇ ગોહેલ રિક્ષાના ફેરા કરવા ગયા હોઇ તેને જાણ કરતાં તેઓ તાકીદે ઘરે પહોંચ્‍યા હતાં અને પત્‍નિને હોસ્‍પિટલે ખસેડયા હતાં. જે બાદ હોસ્પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

85 વર્ષના સાસુ સાથે બોલાચાલી થઈ હતી
જીતુબેનને સંતાનમાં બે પુત્ર છે. જે અલગ રહે છે. પોતે પતિ સુરેશભાઇ, સાસુ ગંગાબેન અને સસરા સાથે રહે છે. જીતુબેનને 85 વર્ષના સાસુ ગંગાબેન વચ્‍ચે બોલવાનું થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું પતિ સુરેશભાઇએ જણાવ્‍યું હતું.

અન્ય સમાચારો પણ છે...