રાજકોટના ગુંદાવાડી મેઈનરોડ પર ગોવિંદપરામાં રહેતી મહિલાએ પોતાના ઘરમાં બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડી મહિલાને પાંચ બિયર સાથે પકડી પાડી હતી. શહેરના ગોવિંદપરા શેરી નં.1માં રહેતા નિકીતાબેન અલ્પેશભાઈ પટેલે પોતાના ઘરમાં બિયર છુપાવ્યા હોવાની ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને બાતમી મળી હતી. પોલીસે ચોકકસ હકીકતના આધારે છાપો મારતા નિકીતાબેન પટેલના મકાનમાંથી મહારાષ્ટ્રની બનાવટના 5 બિયરના ટીન મળી આવ્યા હતા.
હરીદ્વારથી 6 બિયર લીધા હતા
નિકીતાબેનની પ્રાથમીક પુછપરછમાં તેમણે જણાવ્યું હતું તેઓ 20 દિવસ પહેલા બહેનપણીઓ સાથે હરીદ્વાર ગઈ હતી. જ્યાં ગંગાજળની લીધા બાદ તેની અન્ય બહેનપણીઓ બિયર લેતી હોય તેણીએ પણ 6 બીયર લીધા હતા અને તેમાંથી એક પી ગઈ હતી અને રૂા.1500ની કિંમતનાં પાંચ ઘરમાં પડયા હતા.
જુગારના કેસમાં પણ બે વખત પકડાઈ
નિકીતાબેનના 18 વર્ષ પુર્વે પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી તથા તેઓ નાઈટવેરનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે. બિયરના કેસ અંગે ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે ડાયવોર્સી મહિલા અગાઉ જુગારના કેસમાં પણ બે વખત પકડાઈ ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.