તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કુવાડવા રોડ પર રામપાર્કમાં રહેતી ત્યક્તાએ તેના પૂર્વ પતિની હેરાનગતિથી કંટાળી આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના ભાઈએ જૂનાગઢના શખ્સ સામે પોતાની બહેનને આપઘાત માટે મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. આથી બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી પતિ દારૂનું સેવન કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો
શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા રામપાર્કમાં રહેતા અને નવાગામમાં વેન્ડર એન્ટરપ્રાઈઝમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મૃતક યુવતીના ભાઈ જતીનભાઈ રમેશભાઈ ભટ્ટીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ જૂનાગઢના છે. ગત 27 જૂન 2019ના રોજ તેની બહેન જલ્પાએ જૂનાગઢ જવાહર રોડ ખાતે રહેતા પ્રેમ મનસુખભાઇ લાઠીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના પછી પતિ દારૂનું સેવન કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસ સહન નહિં થતા 30 સપ્ટેમ્બર 2019ના રોજ મારી બહેન અમારી પાસે સાથે રહેવા આવી ગઈ હતી અને છૂટાછેડા લઇ લીધા હતા.
પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ફરિયાદી યુવકે વધુમાં જણાવ્યું હતું કે, 13 ફેબ્રુઆરી 2021ના રોજ હું સાંજે ઘરે આવતો હતો ત્યારે મારી બહેને મને ફોન કરી જણાવ્યું હતું કે હું બસ સ્ટેન્ડ પાછળ શિવશક્તિ હોટલમાં છું અને પ્રેમ મને હેરાન કરે છે તેવું કહેતા મેં મારા મિત્ર જયદીપને મોકલ્યો હતો હું ત્યાં પહોંચું તે પૂર્વે મને બહેન અને મિત્ર જયદીપ સામે મળ્યા હતા. ઘરે લઇ જઈને બહેનને પૂછતાં તેણીએ એવું જણાવ્યું હતું કે. પ્રેમે 5 મહિના પૂર્વે મારો ફોટો ફેસબુકમાં અપલોડ કર્યો હતો જે ફોટો ડીલીટ કરવાનું મેં પ્રેમને કહ્યું હતું તેણે રૂબરૂ આવી જાતે જ ફોટા ડીલીટ કરવાનું કહેતા મેં ના પાડી ઘરમાં વાત કરવાની ધમકી દીધી હતી તો પ્રેમે જો તું ઘરમાં વાત કરીશ તો તારા તથા મારા બધા પ્રાઇવેટ ફોટા તારા પપ્પાને બતાવીશ અને તેઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
ફરિયાદીએ પોતાની બહેન અંગે વધુ જણાવ્યું હતું કે, મારી બહેન 5 મહિના પૂર્વે પ્રેમને મળવા ગઈ હતી. ત્યારે તેને બાઇકમાં સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યો હતો. ફોટો કાઢી નાખવાનું કહેતા તેણે અપશબ્દો કહ્યા હતા, એટલે બહેને તેના મા-બાપને આ વાત કરી તો એ લોકોએ એવું કહ્યું હતું કે પ્રેમ એમના કહ્યામાં નથી. પ્રેમના ત્રાસથી કંટાળી ગઈ હોવાનું બહેને જણાવ્યું હતું અને ગત 16 તારીખે મારી બહેને આપઘાત કરી લીધો છે અને તેણીને ત્રાસ આપી આપઘાત કરવા માટે પ્રેમ લાઠીયાએ જ મજબુર કરી છે. ફરિયાદીએ આ અંગે પ્રેમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને તેની ફરિયાદના આધારે બી-ડિવીઝન પોલીસે જુનાગઢ જવાહર રોડ પર રહેતાં પ્રેમ મનસુખભાઇ લાઠીયા સામે IPCની કલમ 306, 504, 506(2) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.