ચોરી:રાજકોટમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં મહિલા કેશિયર ફ્રેશ થવા બહાર નીકળ્યા, પાછળથી ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરે ટેબલમાંથી 1.83 લાખ રોકડ ઉઠાવી ફરાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
રાજકોટના એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર).
  • બેંકના મેનેજર અને સ્ટાફે પોલીસને જાણ કરતા એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના કેનાલ રોડ પર ભુતખાના ચોક નજીક આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરે કાઉન્ટરના ખાનામાંથી રૂ.1.83 લાખની રોકડ ઉઠાવી જતા પોલીસને જાણ થતા એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા કેશિયર ફ્રેશ થવા માટે બહાર નીકળતા પાછળથી આ શખસે ટેબલમાંથી 1.83 લાખની રોકડ લઇ ફરાર થઇ ગયો હતો.

તસ્કરે મોઢા પર માસ્ક પહેર્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ કેનાલ રોડ પર ભુતખાના ચોક નજીક બિઝનેશ એડીફીસ નામના કોમ્પ્લેક્ષમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જયરાજ પ્લોટ બ્રાંચમાં આજે સવારે ગ્રાહકના સ્વાંગમાં માસ્ક પહેરીને આવેલા તસ્કરે કેશ કાઉન્ટર પાસે આવ્યો હતો. મહિલા કેશીયર ફ્રેશ થવા માટે ગયા હોય ત્યારે થોડી મિનીટો માટે કાઉન્ટર રેઢુ જોઇ શખસે તેનો લાભ ઉઠાવી કાઉન્ટરની બાજુમાંથી અંદર આવી ટેબલના ખાનામાં પડેલા રૂ. 1.83 લાખની રોકડ રકમ ઉઠાવી નાસી ગયો હતો.

મહિલા કેશીયરને રૂ.100ના દરના બંડલ ઓછા હોવાની શંકા ગઇ હતી
મહિલા કેશીયર પરત કાઉન્ટર પર આવીને ટેબલનું ખાનું ખોલી રોકડ ચેક કરતા રૂ.100ના દરના બંડલ ઓછા હોવાની શંકા જતા તેણે તાકીદે ચેક કરતા રૂ. 1.83 લાખની રોકડ ગાયબ હતી. બાદ તેણે તાકીદે બેંકના મેનેજર તથા સ્ટાફને બનાવની જાણ કરતા તાકીદે બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા સાડા અગીયાર આસપાસ માસ્ક પહેરીને આવેલો એક શખસ કેશ કાઉન્ટરની અંદર ઘૂસી ટેબલના ખાનામાંથી રોકડ ઉઠાવતો હોવાનું જોવા મળતા બેંકના મેનેજર તથા સ્ટાફે તાકીદે પોલીસને જાણ કરતા એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બેંકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં એકથી વધુ ઉઠાવગીર હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...