તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:રાજકોટમાં મહિલા ભિક્ષુકનું પરિવાર સાથે મિલન થયું

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહિલા ભિક્ષુક ગૃહ રાજકોટ ખાતે રહેતા 75 વર્ષીય વૃદ્ધાનું જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા વિભાગની સંયુક્ત કામગીરી બદલ પરિવાર સાથે મિલન કરાવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા ભિક્ષુક ગૃહ મુલાકાત સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા સુરક્ષા અધિકારી રાજકોટને સૂચના આપવામાં આવી હતી કે, સંસ્થામાં રહેતા અંતેવાસીઓનું કાઉન્સેલિંગ કરી પરિવારને શોધવા જણાવ્યું હતું. જે અંતર્ગત મહિલા ભિક્ષુક ગૃહ રાજકોટમાં રહેતા રઘુબેન મનજીભાઈ ઉધરેજિયાનું કાઉન્સેલિંગ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ઢોરાપીપળિયા ગામે રહે છે. આ અંગે સમાજ સુરક્ષા વિભાગે ગામના સરપંચનો સંપર્ક સાધ્યો હતો જ્યાં તેઓએ હકીકતના આધારે તપાસ કરતા તેઓને પરિવારમાં પાંચ પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

એક વર્ષ પૂર્વે માનસિક પરિસ્થિતિ ખરાબ હોવાથી પોતાના ઘરેથી નીકળી રખડતું ભટકતું જીવન ગાળતા હતા જે દરમિયાન ભિક્ષુકની રેડ દરમિયાન તેઓને ગૃહ ખાતે રાખવામાં આવ્યા હતા, પરંતુ ગુમ માતાનો પત્તો મળતા પરિવારના 25 સભ્ય સમાજ સુરક્ષા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. સુરક્ષા વિભાગે માતાની સારી રીતે સારસંભાળ રાખવાની ખાતરી લઇ પરિવારને સોંપ્યા હતા. આ સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સુરક્ષા અધિકારી એમ.એન ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, અજયભાઈ વાઘેલા અને પંકજભાઈ દૂધરેજિયા દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો