તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Wheel Was Released From A Grinder In A Factory, A Middle aged Man's Genitals Were Cut Off, Doctors Performed Surgery In A Hospital And Revived Him.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીબ ઘટના:રાજકોટમાં કારખાનામાં ગ્રાઇન્ડરમાંથી ચક્ર છૂટ્યું, આધેડનો ગુપ્તભાગ કપાયો, હોસ્પિટલમાં સર્જરી કરી તબીબોએ નવજીવન આપ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • પ્રાથમિક તપાસમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જણાયું હતું - તબીબ

રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યા છે, જ્યાં રાજકોટમાં આવેલા એક કારખાનામાં કામ કરતી વખતે ગ્રાઈન્ડરમાંથી અકસ્માતે ચક્ર છૂટી જવાને કારણે એક આધેડનો ગુપ્તભાગ કપાઈ જતાં કમકમાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવને પગલે તેમને રાજકોટની ગિરીરાજ હોસ્પિટલે ખસેડાયા બાદ તબીબોએ વિના વિલંબે સર્જરી કરી દેતાં આધેડ સ્વસ્થ થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જણાયું હતું - તબીબ
આ અંગે હોસ્પિટલમાં યુરોલોજી વિભાગના નિષ્ણાંત સર્જન ડો.પ્રતીક અમલાણીએ જણાવ્યું કે, જયારે દર્દી અહીંયા મારી પાસે સારવાર અર્થે આવ્યા ત્યારે તેમને ગુપ્તભાગ પર ખૂબ જ ઈજા પહોંચી હતી તથા પુષ્કળ પ્રમાણમાં લોહી પણ વહી ગયું હતું. દર્દથી પીડાતી હાલતમાં હોસ્પિટલે પહોંચ્યા હતા જેમની પ્રાથમિક તપાસ કરતાં તેમનું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું હોવાથી તેમને તાત્કાલિક લોહીના બાટલા ચડાવવામાં આવ્યા હતા.

યુરોલોજી વિભાગના નિષ્ણાંત સર્જન ડો.પ્રતીક અમલાણી
યુરોલોજી વિભાગના નિષ્ણાંત સર્જન ડો.પ્રતીક અમલાણી

હાલ દર્દીની તબિયત સારી છે
ઓપરેશન અંગે માહિતી આપતા ડો.અમલાણીએ જણાવ્યું હતું કે,દર્દીની સિટી સ્કેન તપાસ કર્યા બાદ શરીરમાં કોઈ ફોરેન બોડી ન હોવાનું જણાયું હતું. ત્યારબાદ ખૂબ જ જટિલ, જહેમતથી અમે યુરોલોજીકલ સર્જરી કરી દર્દીને નવજીવન આપવામાં આવ્યું હતું.આ અંગે ડો.પ્રતીક અમલાણીએ જણાવ્યું હતું કે હાથ, પગ અને પેટમાં ઈજાઓ પ્રમાણમાં સામાન્ય છે પરંતુ માત્ર ગુપ્તભાગને લગતી ઈજા ખૂબ જ ગંભીર છે. હાલ દર્દીની તબિયત સારી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો