• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Usurper, Who Was Paying Interest In The Evening Instead Of In The Morning, Attacked The Gym Manager And Forcibly Grabbed A Loaded Revolver And Car, Arresting 3

ક્રાઇમ:રાજકોટમાં સવારને બદલે સાંજે વ્યાજનો હપ્તો ચુકવતા વ્યાજખોરે જીમ સંચાલક પર હુમલો કરી લોડેડ રિવોલ્વર અને કાર બળજબરીથી પડાવી લીધી, 3ની ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વ્યાજખોરે 2 તોલા ચેઈન, 1 તોલાનો ચેઈન અને લોડેડ રિવોલ્વર સહિત રૂ 4.81 લાખનો મુદ્દામાલ બળજબરીથી પડાવી લીધો
  • તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં રહેતા જીમ સંચાલકને સવારને બદલે સાંજે વ્યાજનો હપ્તો ચુકવતા વ્યાજખોર કારખાનેદાર સહિત ત્રણ શખ્સોએ જીમ સંચાલક ઉપર હુમલો કરી વેગનઆર કાર અને લોડેડ રિવોલ્વર બળજબરીથી પડાવી લેતા મામલો બીચકયો હતો જેથી જીમ સંચાલકે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ શ્યામલ ઉપવન ખાતે દોડી ગઈ હતી અને આ મામલે જીમ સંચાલકની ફરીયાદને આઘારે કારખાનેદાર સહીત ત્રણની ધરપકડ કરી છે.

યુવક આર.બી ફિટનેસ નામનું જીમ ચલાવે છે
સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ રાજકોટના અંબિકા ટાઉનશીપ, સિધ્ધિ સિલ્વર એપાર્ટમેન્ટ, પાંચમો માળ, બ્લોક નં. 502માં રહેતા અને કાલાવાડ રોડ પાસે લવટેમ્પલની બાજુમા આર.બી ફિટનેસ નામનુ જીમ ચલાવતા રવીભાઇ બેચરભાઇ પટેલ (ઉ.વ. 30)એ નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના 80 ફુટ રોડ ઉપર શ્યામલ ઉપવન બિલ્ડિંગની બાજુમા આવેલ ઇસ્કોન એમ્બીટો ફ્લેટમાં રહેતા કારખાનેદાર કૌશિક દેપાણી, પ્રીત પટેલ અને સાગર પટેલનું નામ આપ્યું છે.

રૂ.3 લાખ રૂપિયા 4.50 % વ્યાજે લીધા હતા
જીમ સંચાલકે ફરીયાદમાં જણાવ્યા મુજબ જીમ સંચાલક રવિ પટેલે કારખાનેદાર કૌશિક દેપાણી પાસેથી ધંધાના કામ માટે 3 લાખ રૂપિયા 4.50 % વ્યાજે લીધા હતા.જનો દર માસે રૂ.13500 હપ્તો ચૂકવતો હતો. ગઈકાલે સવારે હપ્તો ચૂકવવાનો હતો રાત્રીના સાડા નવેક વાગ્યે રવી પોતના જીમેથી વેગેનાર ગાડી જેના રજી.નં- GJ 03 JL4593 લઇને કૌશિકભાઇ દેપાણી જેને પૈસા અપવાના હોય જે આપવા તેના ઘરે ગયેલ અને રવિને હપ્તો ચુકવવામાં થોડુ મોડુ થયેલ સવારના બદલે સાંજ થઈ ગઈ હોય જે બાબતે બન્ને વચ્ચે ત્યા બોલાચાલી થઈ હતી.

કૌશિકભાઇ ઢિકા પાટુનો માર મારવા લાગ્યા
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેથી આ કૌશિકભાઇ ઉશ્કેરાઇ જઇ મને ગાડી માંથી બહાર કાઢી ગાળો આપવા લાગેલ અને રવીએ તેમને સમજવવા કોશીશ કરતા સમજેલ નહિ અને તે દરમિયાન તેમના અન્ય મિત્રો પ્રિત પટેલ અને સાગર પટેલ વિગેરે પણ ત્યા આવી ગયેલ અને જેઓ એ રવિને પકડી રાખેલ અને આ કૌશિકભાઇ ઢિકા પાટુનો માર મારવા લાગ્યા

રૂ 4.81 લાખનો મુદ્દામાલ બળજબરીથી પડાવી લીધો
ત્યારબાદ આ કૌશિકભાઇએ બળજબરીથી રવિના ગળામાંથી જોટ મારી સોનાના બે ચેઇન આશરે બે તોલાને આઠ ગ્રામ વજનનો કિ.રૂ.95,000 તેમજ બીજો ચેઈન આશરે એક તોલાને ચાર ગ્રામ વજનનો કિ.રૂ.68,000નો તેમજ રવી પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વર માર્કફોર કાનપુર ઇન્ડિયાની બનાવટની લોડ કરેલા પાંચ જીવતા કાર્ટીજ વાળી જેની કિંમત કિ.રૂ.1.18 લાખ તેમજ વેગેનાર ગાડી GJ 03 JL 4593 કિ.રૂ.2 લાખ મળી કુલ.રૂ 4.81 લાખનો મુદ્દામાલ બળજબરીથી પડાવી લીધો હતો

તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
આ બનાવ વખતે રવી પટેલ ત્યાંથી જીવ બચાવવા ભાગી રોડ ઉપર આવી ગયો અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રવીની ફરિયાદને આધારે ગુનો નોંધી કારખાનેદાર કૌશિક દેપાણી,પ્રીત પટેલ અને સાગર પટેલની ધરપકડ કરી હતી.