તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:રાજકોટમાં 108ની ટીમે અધૂરા માસે જન્મેલા બાળકને 'બ્લૉ બાય મેથડ'થી ઓક્સિજન આપી નવજીવન આપ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્વાસ​​​​​​​ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી  - Divya Bhaskar
શ્વાસ​​​​​​​ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી 
  • બાળકને નાક પાસે હથેળીના ખોબામાં ઓક્સિજનની પાઈપલાઈન રાખી પ્રાણ બચાવાયા

રાજકોટમાં 108ની કપરી કામગીરીનો દિલધડક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. જ્યાં અધૂરા માસે જન્મેલા બાળકને નાક પાસે હથેળીના ખોબામાં ઓક્સિજનની પાઈપલાઈન રાખી 'બ્લૉ બાય મેથડ'થી ઓક્સિજન આપી નવજીવન આપવામાં આવ્યું છે.

રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરી
પ્રાપ્ત માહિતી અનુસાર નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને આઠમા માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા શાપર CHC સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં. તેમની પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને 108 વાટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108ની એમ્બ્યુલન્સમાં મહિલાને સ્થળાંતરિત કરતી વેળાએ સમયના અભાવે એમ્બ્યુલન્સમાં હાજર EMT રાજુભાઈ બાંભણીયાએ કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવી હતી.

શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી
બાળક અધૂરા માસે જન્મ્યું હોઈ બાળકની પરિસ્થિતિ સામાન્ય નહોતી. શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો હતો. જેથી રાજુભાઈએ ઓનલાઇન ડોક્ટરની સલાહ સાથે બાળક પહેલો શ્વાસ લે તે માટે સક્શન કરી શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી.બાળકને ઓક્સિજન લેવલ પૂરું પાડવા “બ્લૉ બાય મેથડ” દ્વારા શ્વાસોચ્છવાસની ટ્રીટમેન્ટ આપી બાળકને તેમજ માતાને સહી સલામત સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરાયા હતાં.

શું છે બ્લૉ બાય મેથડ
આ અંગે 108ના ઇમરજન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પુરી પાડવા સીધુ જ ઓક્સિજન માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ “બ્લૉ બાય મેથડ” દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. આ મેથડમાં ઓક્સિજનની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી દ્વારા ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેકન્ડ માટે સાયક્લિંક મેથડમાં નજીક-દૂર કરવામાં આવે છે. બાળકને બાહ્ય ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખુબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે તેમ શ્રી વિરલભાઈ જણાવે છે.

માતાને બચાવવાની કપરી કામગીરી કરી
બાળકની પ્રસુતિના અનુભવી રાજુભાઈ જણાવે છે કે, અનેક મહિલાઓની ડીલિવરી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરવી પડે છે. બાળકની પ્રસુતિ સમયે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, નાળ ગળામાં વીંટળાઈ ગયેલી હોવાના કિસ્સામાં તેમજ એબ્નોર્મલ ડિલિવરીમાં ખુબ સાવધાની રાખી બાળક તેમજ તેની માતાને બચાવવાની કપરી કામગીરી કરવી પડે છે.