આપઘાત:રાજકોટમાં મોદી સ્કૂલની શિક્ષિકાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, પોલીસ તપાસમાં કામના ભારણથી આપઘાત કર્યાનું ખુલ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષિકાનો મૃતદેહ. - Divya Bhaskar
શિક્ષિકાનો મૃતદેહ.
  • એક પુત્ર અને એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ શહરેના કાલાવડ રોડ નજીક જીવરાજપાર્ક પાસે આદીલેન્ડ સોસાયટીમાં રહેતી મોદી સ્કૂલની શિક્ષીકાએ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી શિક્ષીકાએ કામના ભારણથી વ્યસ્ત હોય કંટાળી જઈ આ પગલુ ભર્યુ હોવાની શંકાએ તાલુકા પોલીસે આપઘાતનું કારણ જાણવા આપઘાત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોદી સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફબજ બજાવતા હતા
પ્રાપ્ત વિગત મુજબ જીવરાજપાર્ક નજીક આદીલેન્ડ સોસાયટીમાં રહેતા અર્પિતાબેન સંદીપભાઈ બેબનાથ નામની મહિલાએ પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોટર્મ અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં અર્પિતાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને મોદી સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફબજ બજાવતા હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું.

કામના ભારણથી આ પગલું ભર્યું
અર્પિતાબેનના પતિ મેટોડા કામ પર હોય તેનો પૂત્ર અને પુત્રી અન્ય રૂમમાં હતા ત્યારે અર્પિતાબેને ઉપરના માળે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા શિક્ષકા હોઈ કામના ભારણથી છેલ્લા કેટલાક સમયથી ઉદાસ રહેતા હોવાનું અને કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.