તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • In Rajkot, A Student Painted A Wall With His Thumb, When The Report Was Published In Bhaskar, 7 Artists Painted The Same Wall.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈમ્પૅક્ટ:રાજકોટમાં ભણેલાએ અંગુઠા લગાવી દિવાલ ચિતરી નાખી, ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં 7 કલાકારોએ એજ દિવાલ રંગીન બનાવી

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ જિલ્લાની 8 રજિસ્ટ્રાર કચેરીમાં જ્યાં કરોડોની કિંમતના દસ્તાવેજ થાય છે ત્યાં 10 હજારથી વધુ લોકોએ અંગૂઠા લગાવીને આખી દીવાલ ચિત્રી નાખી હતી. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયા બાદ ચિત્રનગરીના કલાકારોએ આ અંગૂઠાના નિશાન દૂર થાય અને ફરી કોઈ દીવાલ બગડે નહીં તે માટે આખી દીવાલને રંગીન બનાવી અંગૂઠા મારનારને એક સંદેશો પાઠવ્યો હતો.

મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરીના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે, જ્યારે દીવાલ પર આ પ્રકારના અંગૂઠાના નિશાન જોયા ત્યારે કલાકાર તરીકે એક ગ્લાનિ થઈ. અત્યાર સુધીમાં પહેલીવાર આ રીતે લોકોને અંગૂઠો બતાવીને મેસેજ આપ્યો કે, અંગૂઠાનું નિશાન દસ્તાવેજમાં સારું લાગે દીવાલ પર નહીં.

એક જગ્યાએ આ રીતે ચિત્ર દોર્યા બાદ બીજી રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ સામેથી કલાકારોને બોલાવતા દરેક રજિસ્ટ્રાર કચેરીમાં ચિત્ર દોરીને લોકોને સંદેશો પાઠવ્યો હતો.આ અભિયાનમાં જીતુભાઈ ગોટેચાની સાથે ચિત્રનગરી ટીમના રૂપલબેન સોલંકી, શિવમ અગ્રવાલ, સુરેશભાઈ રાવલ, સીમાબેન અગ્રવાલ, જયશ્રીબેન રાવલ અને શેતલભાઇ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો