રાજકોટ શહેરના કુવાડવા રોડ પર બળદેવ પેટ્રોલ પંપ પાસે રહેતી સગીરાને તેનો સ્કૂલ રીક્ષા ડ્રાઇવર પ્રેમજાળમાં ફસાવી રિક્ષામાં બેસાડી કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી તેનું અપહરણ કર્યા બાદ સાંજે ઘરે મૂકી નાસી છૂટ્યો હતો. બાદમાં સગીરાની તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે કુવાડવા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રેમજાળમાં ફસાવી બ્યુટી પાર્લરમાં લઈ જવાનું બહાનું આપ્યું
પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવા રોડ પર બળદેવ પેટ્રોલ પંપ પાસે રહેતી મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેનો સ્કૂલ રીક્ષા ડ્રાઇવર દિપક શ્રીવાસ્તવ પ્રેમજાળમાં ફસાવી બ્યુટી પાર્લરમાં મુકવા જવાનું કહી રેસકોર્સ લઈ ગયો હતો. જ્યાં સગીરાને કેફી પ્રવાહી પીવડાવ્યા બાદ કોઈ અજાણ્યા શખ્સના કારખાને લઇ ગયો હતો. જ્યાથી સાંજે ફરી સગીરાને રિક્ષામાં બેસાડી પેટ્રોલ પંપ પાસે મૂકી નાસી છૂટ્યો હતો.
ત્રણ મહિનાથી સગીરાને પરિણીત રીક્ષાચાલક સાથે પ્રેમ સંબધ
ઘરે પરત ફરેલી સગીરા બેભાન થઈ જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સગીરાએ માતા-પિતાને સમગ્ર ઘટના અંગે આપવીતી જણાવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી સગીરાને પરિણીત રીક્ષા ચાલક સાથે પ્રેમ સંબધ હોવાનું જણાવતા માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. કુવાડવા પોલોસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. મહિલા પોલીસની ટીમે સગીરાનું મેડિકલ ચેકઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.