કારચાલકની દાદાગીરી:રાજકોટમાં CP ઓફિસની સામે છકડો રીક્ષા સાથે કાર અડી જતા કારચાલક વિફર્યો, રીક્ષાચાલકને ઢોર માર માર્યો, ટ્રાફિક જામ

રાજકોટએક મહિનો પહેલા
રીક્ષા ચાલકને બેફામ ગાળો ભાંડી
  • રીક્ષા ચાલકનો મોબાઈલ ફોન ઝુંટી માર મારવામાં આવ્યો
  • કારમાં સવાર મહિલાએ પણ રીક્ષા ચાલકને બેફામ ગાળો ભાંડી

રાજકોટ શહેરમાં કારચાલકની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. જ્યાં CP ઓફિસની સામે છકડો રીક્ષા કાર સાથે અડી જતા કારચાલકે રીક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત રીક્ષા ચાલકનો મોબાઈલ ફોન ઝુંટી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ દરમિયાન કારમાં સવાર મહિલાએ પણ રીક્ષા ચાલકને બેફામ ગાળો ભાંડી હતી.

રીક્ષા ચાલકને બેફામ ગાળો ભાંડી
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં પોલીસ કમિશનર કચેરીની સામે છકડો રીક્ષા સાથે કાર અડી ગઈ હતી. મામુલી ટક્કર બાદ કારનાં ચાલકે ભાર નીકળી છકડો રીક્ષાને આંતરીને ઊભી રાખી હતી. બાદમાં બસનાંરીક્ષાચાલકને ઉતારી ઢોર મારવાનું શરુ કરી દીધું હતું. એટલું જ નહીં માર માર્યા બાદ અજાણ્યા કારમાં સવાર મહિલાએ પણ ધમાલ મચાવી હતી અને રીક્ષા ચાલકને બેફામ ગાળો ભાંડી હતી.

કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તપાસનો ધમધમાટ શરૂ
કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તપાસનો ધમધમાટ શરૂ

તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જ્યાં મામલો વધુ બિચકતા વાતાવરણ થોડીવાર તંગ બની ગયું હતું અને વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતા રોડ પર ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને ઘાયલ રીક્ષાચાલકને સારવાર માટે ખસેડી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.