તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રાજકોટમાં એક બાઈકએ બીજા બાઈકને ટક્કર મારતા નિવૃત ફૌજીનું મોત, મૃતક બિસ્કીટ લેવા જતા હતા અને અકસ્માત નડ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક ઘનશ્યામસિંહ થોડા વર્ષ પહેલા જ નિવૃત થયા હતા

રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર એક બાઇકએ બીજા બાઇકચાલકને ટક્કર મારતા નિવૃત ફૌજીનું મોત નીપજ્યું હતું. રેલનગર શ્રદ્ધા રેસિડેન્સી બ્લોક નં. 35માં રહેતાં નિવૃત ફૌજી ઘનશ્યામસિંહ લાલુભા ઝાલા (ઉં.વ.64)નું મોત નીપજ્યું છે. મૃતક ઘનશ્યામસિંહ જ્યાં નોકરી કરતા હતાં ત્યાં કુતરાઓને બિસ્કીટ નાખતા હતા. ત્યારે કાલે સાંજે બિસ્કીટ લેવા ગયા ત્યારે અકસ્માત થયો હતો

પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતાં ઘનશ્યાયમસિંહના પુત્ર મહાવીરસિંહ ઝાલા સહિતના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરી હતી. થોરાળા પોલીસે મહાવીરસિંહની ફરિયાદ પરથી બાઇક નં. GJ 14 AE 3150ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક 80 ફુટ રોડ ખાતે NIACમાં નોકરી કરતાં હતા
મૃત્યુ પામનાર ઘનશ્યામસિંહને સંતાનમાં બે પુત્ર છે. ઘનશ્યામસિંહ અગાઉ આર્મીમાં હતાં અને થોડા વર્ષ પહેલા જ રિટાયર્ડ થયા હતાં. તેઓ પાંચ ભાઇ અને એક બહેનમાં વચ્ચેના હતાં. મૃતક ઘનશ્યામસિંહ કલ્પના ચમોલી સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતાં હતાં. તેમની નોકરી 80 ફુટ રોડ ખાતે NIAC ખાતે હતી. વધુ માહિતી મુજબ નિવૃત ફૌજી ઘનશ્યામસિંહ ઝાલા પોતાની નોકરીના સ્થળ આસપાસ નિયમીત રીતે કૂતરાઓને બિસ્કીટ ખવડાવતા હતાં. ગઇકાલે સાંજે કૂતરાઓ માટે બિસ્કીટ લેવા નીકળ્યા હતાં અને અકસ્માત નડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો