તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડગ્રેબિંગ:રાજકોટમાં કોર્પોરેશનના નિવૃત અધિકારીને મારી નાખવાની ધમકી આપી જમીન પચાવી રેસ્ટોરન્ટ અને દુકાનો ખડકી દીધા, પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંજય ગમારાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
સંજય ગમારાની ફાઈલ તસ્વીર
  • લોકડાઉન બાદ જયારે ફરિયાદી જમીન જોવા ગયા ત્યારે આરોપીએ જમીનમાં રેસ્ટોરન્ટ અને દુકાનો ખડકી દીધા હતા
  • આરોપી સંજયે ધમકી આપી 'હવે આ જમીન મારી છે પાછો આવીશ તો જાનથી મારી નાખીશ', પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવા આદેશ કર્યા બાદ વધુ એક લેન્ડગ્રેબિંગનો બવાવ સામે આવ્યો છે. જેમાં કોર્પોરેશનના નિવૃત અધિકારીની માધાપરમાં આવેલી કરોડોની જમીનને લોકડાઉન દરમ્યાન સંજય ગમારાએ પચાવી પાડી હતી અને ત્યાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ગેરેજ તથા રેસ્ટોરન્ટ વાળાને ભાડે આપી દીધી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં નિવૃત અધિકારીએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપી સંજય ગમારા લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે, અને તેની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો : ફરિયાદી
આ અંગે ગાંધીનગરના સેક્ટર 19માં પ્લોટ નંબર 1982માં રહેતા હરેશભાઇ મુળુભા રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહુ છે.હું અગાઉ ગાંધીનગર કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો અને હાલ નિવૃત્ત જીવન ગુજારું છું.ગઇ તા.31/05 ના રોજ મે રાજકોટ કલેકટર કચેરીમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધ) અધીનીયમ -2020 અન્વયે મે સામાવાળા સંજયભાઇ જીવણભાઇ ગમારા વિરૂધ્ધ અરજી કરેલ હતી.

જે તે સમયે સરકારે સંભાળી લીધેલ છે
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમારી માલિકીની જમીન જામનગર રોડ પર રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ માધાપર રે.સ.નં.35 / 3 તથા 36/1 ની બીન ખેડવાણ પ્લોટ 19 પૈકીની જમીન આશરે 433.96 ચો.મી.અન્ય ભાગીદારો સાથે સહહિસ્સો ધરાવું છુ.અને અમારી માલીકીની જમીન પ્લોટ નં.19 પૈકીની બીનખેતી જમીન આશરે 169.91 ચો.મી.યુએલસી મા ફાજલ થયેલ છે.જેનો કબજો પણ જે તે સમયે સરકારે સંભાળી લીધેલ છે.

બીનખેતી જમીન આશરે 169.91 ચો.મી.યુએલસી મા ફાજલ થયેલ છે
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,જે જમીન સંબંધે અમોએ અરજી કરેલ હતી જે બો બતે રાજકોટ કલેકટરની કચેરી એ આ કાયદા હેઠળ નિમાયેલ સમિતીની તા.25/08/2021 ની બેઠકમાં આ કામ ના સામાવાળા (આરોપીઓ) વિરૂધ્ધ એફ.આઇ.આર દાખલ કરવાનો કલેકટરએ પોતાની કચેરીના ક્રમાંક: રાજકોટ યુએલસી લેન્ડ ગ્રેબીંગ જન.રજી.નં.253/2021 તા.25/08/2021 અન્વયે હુકમ કરેલ છે.જે અન્વયે મારી ફરીયાદ લખાવી કે અમારી માલિકીની જમીન જામનગર રોડ પર રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ માધાપર રે.સ.નં.35/3 તથા 36/1 ની બીન ખેડવાણ પ્લોટ 19 પૈકીની જમીન આશરે 433.96 ચો.મી.અન્ય ભાગીદારો સાથે સહ હિસ્સો ધરાવુ છુ.અને અમારી માલીકીની જમીન પ્લોટ નં.19 પૈકીની બીનખેતી જમીન આશરે 169.91 ચો.મી.યુએલસી મા ફાજલ થયેલ છે.

ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો બનેલી જોવા મળી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,જેનો કબજો પણ જે તે સમયે સરકારે સંભાળી લીધેલ છે.લોકડાઉન દરમ્યાન અમો ઘણા સમયથી અમારી માલીકીની ઉપરોકત જણાવેલ જગ્યા પર જઇ શકેલ ન હોય જેથી જુન.2020 મા અમો તથા અમારા મિત્ર શ્યામભાઇ ખરસાથી અમો બંને ઉપરોકત અમારી જમીન પર સવારના સમયે આંટો મારવા ગયેલ ત્યારે ત્યાં સ્થળ પર પહોચી જોયુ તો આ અમારી માલીકીની જમીન પર અજાણ્યો માણસ હાજ2 હતો અને આ અમારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો બનેલી જોવામાં આવતા જેમા રેસ્ટોરન્ટ,ગેરેજ વિગેરે બનેલ હતા. જેથી ત્યાં હાજર માણસને અમોએ પુછેલ કે આ જમીન અમારી માલીકીની છે.તો આ બાંધકામ (દુકાનો) કોણે કરેલ છે તેમ પુછતા આ અજાણ્યા માણસે જણાવેલ કે મારું નામ સંજય જીવણભાઇ ગમારા છે અને આ બધી દુકાનો મે બનાવેલ છે.

ગેરેજ તથા રેસ્ટોરન્ટ વાળાને ભાડેથી આપી દીધી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ જમીન મારી માલીકીની છે.તેમ કહી એકદમ ઉશ્કેરાય જઇ મને અપશબ્દો કહીને 'હવે આ જમીન મારી માલીકીની છે.અહી આવવુ નહી, હવે આવીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી સંજય ગમારાએ અમોને આપતા અમો ડરી જઇ અમો ત્યાંથી નીકળી ગયેલ હતા. આ સંજય ગમારાએ અમારી માલીકીની જમીન તથા કીશોરભાઇ ની માલીકીની જમીન તથા સરકાર થયેલ જમીન 169.91 ચો.મી. મળી કુલ જમીન 603 ચો.મી જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ગેરેજ તથા રેસ્ટોરન્ટ વાળાને ભાડેથી આપેલ છે.

પોલીસે કાયદાનું ભાન કરાવી પૂછપરછ શરૂ કરી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,જેથી અમોએ આ બાબતે અન્ય સહભાગીદાર યુ.કે.રહેતા કિશોરભાઇને આ બનાવની જાણ ટેલીફોનથી કરેલ હતી.આમ આ સંજય ગમારાએ અમારી સહમાલીકીની તથા સરકારી માલીકી ની ઉપરોકત જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અમારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી ગેરકાયદેસર રીતે અમારી જમીનમાં બાંધકામ કરી તેમાં ઇલેકટ્રીક કનેકશન મેળવેલ હોય અને ત્રાહીત વ્યક્તીને રેસ્ટોરન્ટ,ગેરેજ ભાડે આપેલ છે. આ અંગે એસીપી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવતા એસીપી પી.કે.દિયોરાની રાહબરીમાં પીઆઇ કે.એ.વાળા,વિજેન્દ્રસિંહ જાડેજા અને હીરાભાઈ રબારી સહિતના સ્ટાફે આરોપી સંજય ગમારાને ઝડપી કાયદાનું ભાન કરાવી પૂછપરછ શરૂ કરી છે.