• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Religious Youth Blackmailed A Girl To Have A Love Relationship, The Girl Got Bored And Committed Suicide By Taking A Bath In Fire.

મરવા મજબૂર કરનાર વિધર્મીને 5 વર્ષની કેદ:રાજકોટમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમ સંબંધ રાખવા બ્લેકમેઇલ કરી, યુવતીએ કંટાળીને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો હતો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે વિધર્મી યુવકે દબાણ કરી કર્યું હતું. તેના ત્રાસથી કંટાળીને યુવતીએ અગ્નિસ્નાન કર્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપી યુવકને પાંચ વર્ષની કેદ અને રૂ. 3000 ના દંડનો હુકમ કર્યો છે.

કેરોસીન છાંટી આત્મહત્યા કરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 150 ફૂટ રિંગ રોડ પર પોતાના કુટુંબ સાથે સાથે રહેતી યુવતીને વર્ષ 2011થી પોતાની સાથે પ્રેમ કરવા ઇલ્યાસ ઇકબાલ કુરેશી બળજબરી કરતો હતો તેમજ પોતાને વશ ન થનાર યુવતીને જાનથી મારી નાખવા ધમકી આપતો તેમજ અલગ અલગ રીતે તેણીને બ્લેકમેઇલ કરતો હતો. ત્રણ વર્ષના આ પ્રકારના ત્રાસના અંતે યુવતીએ 05-04-2014ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં શરીરે કેરોસીન છાંટી આત્મહત્યા કરી હતી.

ફરિયાદમાં વિસંગતતાઓ મળી
જે બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો, આરોપી પક્ષે વકીલે એવી દલીલ કરી હતી કે, મરણજનારનું ડીડી અને ફરિયાદ ખોટા અને ઉભા કરેલા પ્રસંગોથી ભરેલુ છે તેથી આરોપીને નિર્દોષ છોડી દેવો જોઇએ. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ કે ત્રીજા કે ચોથા સ્ટેજના કેન્સરના દર્દી પણ પોતાનો જીવ બચાવવા માટે તમામ પ્રયત્નો કરે છે. ત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ અને યુવાન કન્યા સળગીને આત્મહત્યા કરવાની હદ સુધી જાય ત્યારે યુવતી ઉપર કેટલો માનસિક અને શારીરીક ત્રાસ ગુજારવામાં આવતો હશે તે ફકત કલ્પનાનો વિષય છે.

90 ટકા શરીર સળગી ગયું હતું
90 ટકા શરીર જયારે થર્ડ ડિગ્રી સુધી સળગી ગયેલ હોય તેવી સ્થિતિમાં આવી વ્યકિત પાસેથી સામાન્ય માણસમાં હોય તેવી વર્ણન કરવાની સ્પષ્ટતા ન હોય શકે અને તેવી અપેક્ષા પણ રાખી શકાય નહી. છુટા છવાયા પ્રસંગો અને અવ્યવસ્થિત વાકય રચનામાંથી જ અદાલતે આત્મહત્યા કરનારની માનસિક અને શારીરીક સ્થિતિનો અંદાજ બાંધી આરોપીને તકસીરવાન ઠરાવવો જોઇએ. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ બી.બી.જાદવએ આરોપી ઇલ્યાસ ઇકબાલ કુરેશીને 326, 354 ના ગુન્હાઓ સબબ ગુનેગાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. 3000 નો દંડનો હુકમ કર્યો છે.