પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી:રાજકોટમાં વિધર્મી શખ્સે લગ્નની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં રહેતી 25 વર્ષીય યુવતીને વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી હોટેલના રૂમમાં લઈ જઈ અવારનવાબ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે આરોપી ફૈઝલ ઉર્ફે નવાબ મયુદ્દીનભાઇ પીપરવાડીયા, ફેઝલની માતા હસીનાબેન પીપરવાડીયા અને માસા સરફરાઝભાઇ અને માસી રોશનબેન વિરૂદ્ધ IPC 376 (2) (N), 323, 504, 114 મુજબ ગુનો નોંધ્‍યો છે.

6 મહિના પહેલા મિત્ર મારફત મિત્રતા થઈ હતી
યુવતીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, આરોપી ફૈઝલ સાથે મારી મિત્રતા 6 મહિના અગાઉ મારા મિત્ર કાના મારફત થઈ હતી. બાદમાં અમારી બન્ને વચ્‍ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. ફૈઝલે મને લગ્ન કરવા છે તેવી વાત કરી હતી. ત્‍યારબાદ આજથી ચારેક મહિના પહેલા તે મને માલવીયા ચોકની તિલક હોટલે મળવા બોલાવી રૂમમાં લઈ ગયો હતો.
શાંતિથી વાતચીત કરવાના બહાને રૂમમાં લઈ ગયા બાદ તેણે મારી સાથે બળજબરી આચરી હતી અને લગ્‍ન કરવા જ છે તેમ કહી દુષ્‍કર્મ આચર્યું હતું.

ફૈઝલ, તેની માતા અને માસા-માસીએ ગાળો આપી
ત્‍યારબાદ અવારનવાર લગ્નની લાલચ આપી મને હોટેલમાં બોલાવી હતી અને શરીરસંબંધ બાંધી લીધા હતાં. છેલ્લે 26 ઓક્ટોબરના રોજ ફરીથી નાનામવા સર્કલ પાસેના બગીચામાં મને બોલાવી હતી અને ફરીથી લગ્ન થવાના જ છે તેમ કહી હોટેલમાં લઇ ગયો હતો અને લગ્નના વાયદા આપી ‘જો તું બીજા સાથે લગ્ન કરીશ તો હું તોડાવી નાખીશ, હું જ તારી સાથે લગ્ન કરીશ’ કહી ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હું રૂમમાંથી બહાર નીકળી હોટેલના કમ્‍પાઉન્‍ડમાં પહોંચી ત્‍યારે ત્‍યાં આરોપી ફૈઝલ, તેની માતા, માસા અને માસીએ ગાળો આપી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...