રાજકોટ રેલવે સ્ટેશન પર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેશ ચૌધરીએ સવારથી જ દારૂના નશામાં ધુત થઇને રેલવે સ્ટેશન માથે લીધુ હતું અને રેલવે અધિકારીઓને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી રેલવે પોલીસે તેને દબોચીને દારૂનો નશો ઉતારવા સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રેલનગરમાં રહેતા અને રેલવે પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેશ ચૌધરી (ઉ.વ.33) આજરોજ સવારે ફરજ પર દારૂના નશાની હાલતમાં આવેલો હતો અને રેલવે સ્ટેશન પર ધમાલ મચાવી હતી અને અધિકારીઓને ગોળીઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જે અંગે રેલવે પોલીસને જાણ થતા પીએસઆઇ ત્રીકમસિંઘ, એેએસઆઇ વિરેન્દ્રસિંઘ દોડી ગયા હતા અને નશામાં ધુત કોન્સ્ટેબલ પકડી લઇ દારૂનો નશો ઉતારવા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
તબીબોની હાજરીમાં ધમાચકડી મચાવી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ તેમણે તબીબોની હાજરીમાં ધમાચકડી મચાવી હતી. બાદમાં હાજર પોલીસે કાયદાનું ભાન કરાવીને તેમનો નશો ઉતાર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે તેમને રાજકોટ રેલવે સ્ટેશનમાં ફરજ બજાવવી ન હોઇ અને બદલી કરી અન્ય સ્થળે જવું હોય જેથી આવું નાટક કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.