આત્મહત્યાનો પ્રયાસ:રાજકોટમાં પોલીસ હેડ કોન્સ્ટેબલે પત્નીથી કંટાળીને ફિનાઇલ પીધું, સિવિલમાં સારવાર માટે ખસેડાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર

રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર આવેલ આંબેડકરનગરમાં રહેતા અને પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રીસામણે રહેલ પત્નીથી કંટાળીને ફીનાઇલ પી લેતા સારવારમાં સીવીલમાં ખસેડવામાં આવેલ હતાં.

પ્રાપ્ત વિગત મુજબ આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઇ દેવજીભાઇ પારઘી ગત રોજ ઘરે ફીનાઇલ ગટગટાવી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના પિતાએ જણાવ્યા મુજબ પ્રકાશ પારઘીના લગ્ન ગત દિવાળી પર સુરેન્દ્રનગર જીલ્લામાં થયેલ હતા. જે બાદ બે માસ બાદ તેના પત્નીએ તેની સાથે ઝઘડો કરીને તે તેના પિતાના ઘરે રીસામણે ચાલી ગયેલ હતી. જે બાદ અવાર-નવાર પ્રકાશે તેમને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પણ તે ફોનમાં પણ જવાબ ન આપતા તેના ત્રાસથી કંટાળીને ગત રાત્રીના નોકરી પરથી આવીને ફીનાઇલ પી લીધુ હતું.

ત્યારબાદ બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા તેને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રકાશભાઇ પારઘી હેડ કવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જેઓ પ્રથમ એસ.આર.પી. કોન્સ્ટેબલમાં પસંદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...