મનપાનો નિર્ણય:રાજકોટમાં પોપટપરા નાલા બાજુમાં નવો વોટર-વે અને એસ્ટ્રોન નાલા બાજુમાં નવું નાલુ બનશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી - Divya Bhaskar
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી
  • સાંસદ કુંડારીયા, મનપા અને રેલ તંત્ર વચ્ચેની બેઠક યોજાઈ

રાજકોટમાં મનપા સાથે જોડાયેલા રેલવેના ફાટક, ડાયવર્ઝન, નાલા, ટેકસ સહિતના પ્રશ્ને ગઇકાલે કોર્પો. અને રેલવે તંત્ર વચ્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંસદ મોહન કુંડારીયાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં પોપટપરા પાસે નવો વોટર-વે, એસ્ટ્રોન નાલા બાજુમાં વધુ એક નાલુ મુકવા સહિતની ચર્ચાઓ થઇ છે. ગોંડલ ચોકડીએ ચાલુ કામગીરીને કારણે ટ્રાફિક ડાયવર્ઝનનાં લીધે બીજા રીંગ રોડ પરનાં ફાટક શિફ્ટીંગ તથા વાઈડીંગ કરવા બાબતે ડી.આર.એમ. ભાવનગર સાથે ચર્ચા કરવામાં આવી હતી જેની ટેન્ડરની કાર્યવાહી થઇ ગયેલ છે અને સાંસદે આ કામગીરી ઝડપી કરવા સુચના આપી હતી.

9 મીટર રોડને 24 મીટર પહોળો કરાશે
આ બેઠકમાં લક્ષ્મીનગર અન્ડરબ્રિજ થી ભક્તિનગર રેલ્વે સ્ટેશન સુધીના હયાત 9 મીટર રોડને 24 મીટર પહોળો કરવા જમીન સંપાદન માટે ડી.આર.એમ. રાજકોટને ઝડપી કાર્યવાહી કરવા પણ સુચના આપી હતી. ભક્તિનગર સ્ટેશનના એપ્રોચ રોડ તરીકે વિકસાવવાનું થયું હોય અને હાલ 9 મીટર રોડને બદલે 24 મીટર રોડ થતા સ્ટેશન પણ રોડ પર આવી જાય. તેથી જો રેલ્વે જમીન આપે તથા કોર્પોરેશન ડેવલપ કરે જેનાથી નાગરિકો અને રેલ્વેને પણ ફાયદો થશે

સાંસદે સુચના આપી
હયાત પોપટપરા નાલાની બાજુમાં હંસરાજનગર વોકળાની સામે રેલ્વે લાઈન નીચેથી રેલ્વેનાં ખર્ચે નવો વોટર-વે બનાવવા માટેની કાર્યવાહી આગળ વધારવા પણ સાંસદે સુચના આપી હતી. હાલ એસ્ટ્રોન નાલાની બાજુમાં એવા જ પ્રકારનું અન્ય એક નાલુ ડો. હોમી દસ્તુર માર્ગની સામે મુકવા માટે રોડ લેવલે બનાવવા માટેની યોજનાની ડીઝાઈન અને એસ્ટીમેટ કોર્પો.માં સબમિટ કરવા પણ સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...