રાજકોટ શહેરમાં ફરી આપઘાતની ઘટના બની છે જ્યાં ગંજીવાડામાં અડધી રાત્રે માતા પાણી પીવા ગયા તો પતરાની આડીમાં ગળા પર ચૂંદડી બાંધેલો પુત્રનો લટકતો મૃતદેહ જોતા ધ્રાસકો પડ્યો હતો અને પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના ગંજીવાડા વિસ્તારમાં જીતેન્દ્ર ચાવડા નામના 24 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જીતેન્દ્રના માતા દક્ષાબેન રાતે અઢી વાગ્યે ઉંઘ ઉડતાં પાણી પીવા ગયા ત્યારે પુત્રને લટકતો જોતાં દેકારો મચી ગયો હતો. અને બનાવ અંગે થોરાળા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
જીતેન્દ્રએ આપઘાત શા માટે કર્યો?
પોલીસ તપાસમાં જીતેન્દ્ર બે બહેનનો એકનો એક વચેટ ભાઇ હોવાનું અને તે અપરિણિત હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા દિનેશભાઇ ચાવડા જંકશન વિસ્તારમાં બૂટ ચપ્પલ રિપેરીંગનું કામ કરે છે. જીતેન્દ્રએ આપઘાત શા માટે કર્યો? તે અંગે પોતે અજાણ હોવાનું પિતા દિનેશભાઇ સહિતના સ્વજનોએ કહ્યું હતું. હાલ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.