મસાલા એ રસોઇની સોડમ સાથે સ્વાદને પણ નિખારે છે. તેના વગર 56 પકવાન બેસ્વાદ છે. જો કે સ્વાદના રસિયાઓને કદાચ એ ખબર નહીં હોય કે, તેઓ ભેળસેળિયા મસાલાથી શણગારેલી વાનગીઓ પેટમાં પધરાવે છે. રાજકોટમાં આજે કોઠારીયા વિસ્તારમાં આવેલ વરુણ ઇન્ડસ્ટ્રીઝમાં 'સુગંધ એન્ટરપ્રાઇઝ' ના નેજા હેઠળ ચાલતી પેઢીમાં ગરમ મસાલામાંથી માટી અને કચરાની ભેળસેળ મળી આવી છે. જ્યાં રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે દરોડા પડતા સત્ય સમયે આવ્યું હતું. હાલ રૂ.58,920ની કિંમતના 465 કિલો જથ્થાનો નાશ આજીડેમ ડમ્પીંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યો છે.
5 વર્ષથી 'સુંગંધ' નામની બ્રાંડથી વેચાણ કરે છે
આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, સુગંધ એન્ટરપ્રાઇઝ નામથી ચાલતી પેઢીના ભાગીદાર નિલેષ અમૃતિયાની પૂછપરછ કરતાં સ્થળ પર તેઓ ગરમ મસાલા, મરચું, હળદર, ધાણાજીરુંનું ઉત્પાદન કરી લૂઝ તથા 'સુંગંધ' નામની બ્રાંડથી 5 વર્ષથી વેચાણ કર્યાની માહિતી આપી હતી. તેથી અમે ચેકીંગ કરતા ગરમ મસાલો બનાવવા ધાણા, જીરું, મરી, લવિંગ, બાદીયાન, જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું તેઓ દ્વારા ફેરિયાઓને વેચાણ કરવામાં આવે છે. અમે ત્યાં ચેકીંગ કરતા ગરમ મસાલામાંથી માટી અને કચરાની ભેળસેળ મળી આવી હતી.
પ્રોસેસિંગ મશીનથી મેળવણી કરી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાસ્તવમાં સ્થળ પર ધાણાની ફોતરી 210 કિલો, જીરુંની ફોતરી 200 કિલો, મરી પાવડર ફોતરી 20 કિલો, લવિંગની કાંડી 10 કિલો, બાદીયાનની કાંડી 25 કિલો, આમ રૂ.58,920ની કિંમતના 465 કિલોના જથ્થામાં હલકી કક્ષાની ચીજો વાપરી પ્રોસેસિંગ મશીનથી મેળવણી કરી હલકી કક્ષાનો ગરમ મસાલો બનાવતા હોવાનું સામે આવ્યું છે. અને પેઢીના માલિકે અમારી સામે ગુનાની કબૂલાત આપી છે. જેથી ફૂડ સેફટી & સ્ટાન્ડર્ડ એક્ટ -2006 મુજબ ગરમ મસાલો, જીરું, ધાણાના નમૂના લઈ સેમ્પલિંગ કાર્યવાહી કરવામાં આવી છે.
નમુનાની કામગીરી
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ 6 નમૂના લેવામાં આવ્યા હતા.જે નીચે મુજબ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.