તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજકોટમાં મેયરના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, એઇમ્સ હોસ્પિટલને જોડતો માઇનોર બ્રિજ બનાવવા માટે રૂ.5.6 કરોડની રકમ મંજુર

રાજકોટએક મહિનો પહેલા
કોમ્યુનિટી હોલનું ભાડું વધારીને પ્રજાને ભાડારૂપી ડામ આપવાનો નિર્ણય લેવાયો
  • પ્રજાને ભાડારૂપી ડામ, કોમ્યુનિટી હોલનું અધધ ભાડું રૂ.20 હજારથી 35 હજાર નક્કી કરવામાં આવ્યું
  • સ્ટેન્ડીંગ કમિટીએ જુદા જુદા વિભાગની 21 દરખાસ્તોને મંજૂરી આપી

રાજકોટમાં આજે મહાનગરપાલિકામાં મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ 21 દરખાસ્તોને સર્વાનું મતે મંજુર કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 3 ના શાંતિનગર પાસે એઇમ્સ હોસ્પિટલને જોડતો 30 મીટરના ડી.પી.રોડ પર માઇનોર બ્રિજ બનાવવા માટે રૂ.5.6 કરોડની રકમને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત વોર્ડ શહેરી નં.7માં આવેલ વિજય પ્લોટ શેરી ભાગી નં.12માં આવેલુ જુનુ આરોગ્ય કેન્દ્રને નિર્ણય તોડી પાડવામાં આવશે અને નવું 1 કરોડથી વધારાના ખર્ચે નવું બનાવવામાં આવશે.

શહેરના તમામ વોર્ડનાં 30 ફૂટ ઉપરના રોડ પર પ્લાન્ટેશન કરાશે.
શહેરના તમામ વોર્ડનાં 30 ફૂટ ઉપરના રોડ પર પ્લાન્ટેશન કરાશે.

કોમ્યુનિટી હોલનું ભાડું વધારીને પ્રજાને ભાડારૂપી ડામ
ગાંડીવેલ દુર કરવા માટે મશીન ભાડેથી લઇ દરરોજ 8 કલાકનાં રૂ.16 હાજર આપવામાં આવશે. વોર્ડ નં.2માં નવી વોર્ડ ઓફીસ બનાવવા માટે 43 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારી યોજના માટે વર્ગ ફેર કરવા તે નિર્ણય લેવામાં આવ્યો છે.વોર્ડ નંબર 9 બાપા સીતારામ મેઈન રોડ પર મનપાએ બનાવેલ આધુનિક કોમ્યુનિટી હોલનું અધધ ભાડું રૂ.20 હજારથી 35 હજાર અને કોમર્શિયલ હેતુ માટે રૂ 40 હજારથી 75 હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મનપાએ રાજકોટમાં વર્ષો અગાઉ બનાવેલા હોલ માટે ડિપોઝીટ રૂા. 4 હજાર અને ભાડુ રૂા.2 થી 4 હજાર હતું પરંતુ હવે બની રહેલા પ્રજાના હોલમાં નકકી થતા ભાડામાં સંવેદનશીલ નિર્ણય લેવાની માંગ ઉઠી છે.

મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી
મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી

મોનીટરીંગ કરી જગ્યા સુચવશે
શહેરના તમામ વોર્ડનાં 30 ફૂટ ઉપરના રોડ પર પ્લાન્ટેશન કરાશે. જેમાં ખાડો ખોદી ટ્રી ગાર્ડ રોપ ફીટ કરી વાવેતર કરી આપવામાં આવશે. વોર્ડમાં આવતા સોસાયટીના કોમન પ્લોટ, મંદિર, ખુલ્લા મેદાન, સ્કૂલ, વોર્ડ ઓફિસએ વાવેતર કરી શકાય તેવી જગ્યાઓની વિગત આપવી પડશે. દરેક વોર્ડમાં કોર્પોરેટર અથવા વિસ્તારના કોઇપણ નાગરીકોને શહેરી, રોડ, રસ્તા પરના વોર્ડ ઓફિસરોને લખાણ કરી આપવાનું રહેશે. ત્યારબાદ વોર્ડ ઓફિસર એન્જીનીયર સાથે રાખી જે જગ્યાએ વૃક્ષોનું વાવેતરનું સુચન મળતું તે જગ્યાનું મોનીટરીંગ કરી જગ્યા સુચવશે.

સ્ટેન્ડીંગ કમિટીએ જુદા જુદા વિભાગની 21 દરખાસ્તોને મંજૂરી આપી
સ્ટેન્ડીંગ કમિટીએ જુદા જુદા વિભાગની 21 દરખાસ્તોને મંજૂરી આપી