ચોરની ધોલાઈનાં LIVE દૃશ્યો:રાજકોટમાં પ્રૌઢનું પાકીટ ચોરતો શખસ રંગેહાથ ઝડપાયો, લોકોએ રસ્તા વચ્ચે જ મેથીપાક ચખાડ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • લોકોએ માર મારતાં પાકીટચોર ભાગ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક એક ગઠિયાની લોકોએ જાહેરમાં ધોલાઇ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં યુવાને ધોમધખતા તાપમાં એક પ્રૌઢની નજર ચૂકવી પાકીટ ચોરી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ચોરી કરતાં પકડાઇ જતાં લોકોએ જાહેરમાં જ તેને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

ભક્તિનગર સર્કલ પાસે પાકીટચોર પર લોકોએ હાથ સાફ કર્યો.
ભક્તિનગર સર્કલ પાસે પાકીટચોર પર લોકોએ હાથ સાફ કર્યો.

આજે બપોરે 1 વાગ્યાનો બનાવ
શહેરના ભક્તિનગર સર્કલ નજીક આજે બપોરના 1 વાગ્યા આસપાસ એક ચોર પ્રૌઢની નજર ચૂકવી પાકીટની ચોરીને અંજામ આપતો હતો. જોકે આ ચોર પાકીટ ચોરી પલાયન થાય એ પહેલાં જ લોકોના હાથે ઝડપાયો હતો. લોકોએ તેને પકડી રાખી જાહેરમાં જ રસ્તા વચ્ચે મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

યુવાને ચાલુ બાઇકે પાકીટચોરને માર માર્યો.
યુવાને ચાલુ બાઇકે પાકીટચોરને માર માર્યો.

બાઇકસવારે પણ હાથ સાફ કર્યો
વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ, પાકીટચોરને એક પ્રૌઢ પકડી રાખે છે, પરંતુ ચોર તેના હાથમાંથી છૂટવાનો પ્રયાસ કરે છે. આ સમયે જ એક બાઇકસવાર આવે છે અને ચાલુ બાઇકે જ ચોરને મારવા લાગે છે. બાદમાં બાઇક પરથી નીચે ઊતરી ચોરને મારવા લાગે છે. આ દરમિયાન આસપાસમાંથી યુવકો દોડી આવી ચોરને મારવા લાગે છે. બાદમાં ચોર મોકો મળતાં ભાગવામાં સફળ રહે છે, પરંતુ એક યુવાન ભાગતા ચોરને પાછળથી એક લાત મારે છે. તેમ છતાં ચોર ભાગીને જતો રહે છે.

પાકીટચોર ભાગતો હતો છતાં એક યુવક પાછળ દોડી માર મારતો રહ્યો.
પાકીટચોર ભાગતો હતો છતાં એક યુવક પાછળ દોડી માર મારતો રહ્યો.