15 વર્ષની સગીરા કુંવારી માતા બની:રાજકોટમાં લગ્નની લાલચ આપી શખસે અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો, સગીરાએ પુત્રીને જન્મ આપ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટમાં વધુ એક સગીરા દુષ્કર્મનો શિકાર બની છે. જેમાં આરોપીએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. બાદમાં અવારનવાર અલગ અલગ જગ્યાએ લઇ જઇ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ગર્ભ રાખી દેતા ગઈકાલે સગીરાને દીકરીને જન્મ આપ્યો હતો. આથી આરોપી બબલુ ચૌહાણ સામે આજીડેમ પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાનો પરિવાર ઘણા સમયથી રાજકોટમાં મજૂરી કરે છે
મૂળ બિહારના અને હાલ છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ અર્થે રાજકોટ શહેરમાં આવેલા પરિવારની 15 વર્ષની દીકરીનો દેહ પીંખાયો છે. શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે, છેલ્લા એકાદ વર્ષથી બબલુ ચૌહાણ નામનો યુવાને મારી 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. બાદમાં તે અલગ અલગ જગ્યા પર લઇ જઇ સગીર વયની દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે મારી 15 વર્ષની દીકરીને ગર્ભ રહી ગયો હતો અને ગઈકાલે તેને દીકરીને જન્મ આપ્યો છે.

સગીરા અને તેની પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
માતાની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે અપહરણ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર શખસ બબલુ ચૌહાણ સામે IPC કલમ 363, 366, 376(2)એન, 376(3), તથા પોક્સો એક્ટની કલમ 5(જે)(2) તથા 6 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ સગીરા અને તેની બાળકી બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...