તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE મોત કેમેરામાં કેદ:રાજકોટમાં વકીલ સોશિયલ મીડિયા પર ઓનલાઇન થઈ જૂનાં ગીત સાંભળતા હતા, અચાનક હાર્ટ-અટેક આવતાં તરફડિયાં માર્યાં, અંતે ફાની દુનિયા છોડી

રાજકોટએક મહિનો પહેલા
દરરોજ સોશિયલ મીડિયામાં લાઇવ થતા હતા.  
  • રાષ્ટ્રીયકૃત, સહકારી અને પ્રાઈવેટ બેન્કમાં એડવોકેટની પેનલ પર વર્ષોથી કાર્યરત હતા

રાજકોટમાં ગત મધ્યરાત્રિએ એક અઘટિત બનાવ બન્યો, જેમાં જાણીતા વકીલ અતુલભાઈ સંઘવી સોશિયલ મીડિયા પર ઓનલાઈન થઇ જૂનાં ગીત સંભાળતા હતા. એ દરમિયાન અચાનક તેમને હૃદય રોગનો હુમલો આવતાં તેઓ તરફડિયાં મારવા માંડ્યા. અંતે, તેમણે ફાની દુનિયામાંથી વિદાય લીધી. એ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી રહેલા લોકોએ પણ કમેન્ટ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.

દરરોજ સોશિયલ મીડિયામાં લાઈવ થતા હતા
અતુલભાઈ 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર લાઇવ થઇ જૂનાં ગીતો સાંભળી આનંદ માણતા હતા. તેમનો જન્મ રાજકોટમાં તા.30/03/1961ના રોજ થયો હતો. રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કૂલનું શિક્ષણ પ્રાપ્ત કરી સરકારી એ.એમ.પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી 1983થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી અને પ્રાઈવેટ બેન્કમાં એડવોકેટની પેનલ પર વર્ષોથી કાર્યરત હતા.

ફાઈલ તસવીર.
ફાઈલ તસવીર.

કોરોના વોરિયર્ તરીકે પણ સન્માનિત થયા હતા
ગત વર્ષે લોકડાઉ દરમિયાન અઢી માસ સુધી પોલીસ કમિશનર અને બોલબાલા ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોચાડ્યું હતું. તેમની આ સેવાઓને ધ્યાનમાં લઈને તેમને સામાજિક સંસ્થા દીકરાના ઘર દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માનિત કર્યા હતા. અતુલભાઈ રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્ત્વના પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તેમણે સિટી પોલીસકર્મીઓ અને પરિવારના આશરે 10 હજાર લોકોના બ્લડ ગ્રુપનો ડેટા એકત્રિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું