મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાને:રાજકોટમાં બહોળી સંખ્યામાં કાર્યકરોએ ચૌધરી હાઈસ્ફુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા

રાજકોટએક મહિનો પહેલા
મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જોડાયા

રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ થી કલેકટર કચેરી સુધી ગુજરાત પરિવર્તન યાત્રા યોજાઈ હતી. જેમાં મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સ અને ઈ-મેમોના વિરોધમાં ચૌધરી હાઈસ્કૂલ ચોકથી વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જોડાયા હતા.

મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે
આ રેલીમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીત કગથરાએ મીડિયાને જણાવ્યું હતું કે, બે દિવસીય વિધાનસભા સત્રમાં મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ડ્રગ્સ મુદ્દે મીડિયાને જણાવ્યું હતું કે, બે દિવસીય વિધાનસભા સત્રમાં સત્તાના જોરે સંવિધાનથી ઉપર ઉઠી પ્રશ્નતરી જ રદ્દ કરી દેવામાં આવી હતી. હવે ગુજરાતમાં ડ્રગ્સ ક્યાં થી આવે છે અને કેટલું પકડયું તે મુદ્દો વિધાનસભામાં ઉઠાવી સરકારને ઘેરવામાં આવશે

કલેકટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી
નોંધનીય છે કે, આ પરિવર્તન રેલીમાં લલિત વસોયા, ચિરાગ કાલરીયા, હર્ષદ રિબડીયા સહિતના ધારાસભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જયારે રેલીમાં ધારાસભ્ય લલિત કગથરા, પિરજાદા ના સમર્થકો, નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા સહિતના ધારાસભ્યો અને તેમના સમર્થકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ચૌધરી હાઈસ્કૂલ ચોકથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અનેપગપાળા ચાલી કલેકટર કચેરીએ રૂબરૂ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.