તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન:રાજકોટમાં નદીના કીચડમાં ઘોડો ડૂબતાં ફાયરના જવાને જીવના જોખમે બહાર કાઢ્યો, પાણીમાં ભળેલા કેમિકલથી જવાનને ખંજવાળ ઊપડતાં હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ3 મહિનો પહેલા
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘોડાને બહાર કાઢવામાં આવ્યો
  • ઘોડાને બહાર કાઢવા માટે ફાયરનું 30 મિનિટ સુધી રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું

રાજકોટમાં આજે એક અજીબો ગરીબ ઘટના બની હતી. શહેરની આજી નદીના પટમાં કીચડમાં એક ઘોડો ડૂબ્યો હતો. આ અંગે ફાયરબ્રિગેડના જવાને જીવના જોખમે ઘોડાને બહાર કાઢ્યો હતો. આ વખતે નદીમાં ભળેલા કેમિકલની અસર ફાયરના જવાનને થતાં શરીરે ખંજવાળ ઊપડી હતી, આથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશનના પરિણામે ઘોડાને બહાર કાઢવામાં આવ્યો
દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશનના પરિણામે ઘોડાને બહાર કાઢવામાં આવ્યો

30 મિનિટ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજીડેમ પાસે આવેલા રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગિરિ ગોસાઈ એક ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો, આથી તેણે તરત કોંગી આગેવાન રણજિત મુંધવાને આ અંગે જાણ કરી હતી. રણજિત મુંધવાએ ફાયરબ્રિગેડની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે આવ્યા હતા. અને 30 મિનિટના દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશનના પરિણામે ઘોડાને બહાર કાઢવામાં આવ્યો હતો.

રણજિત મુંધવાએ ફાયરબ્રિગેડની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે આવ્યા.
રણજિત મુંધવાએ ફાયરબ્રિગેડની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે આવ્યા.

ફાયરબિગ્રેડનો જવાન સારવાર હેઠળ
આ દરમિયાન નદીમાં ઘોડાને બચાવવા ઊતરેલા એક ફાયરબ્રિગેડના જવાનને નદીમાં ભળેલા કેમિકલની અસર થતાં તેના શરીરે ખંજવાળ ઊપડી હતી. ઘોડાને પટમાંથી બહાર કાઢ્યા બાદ કેમિકલથી સંક્રમિત થયેલા જવાનને તરત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ઘોડાને બહાર કાઢવામાં આવ્યો.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ઘોડાને બહાર કાઢવામાં આવ્યો.
30 મિનિટ સુધી દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું.
30 મિનિટ સુધી દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું.
રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગિરિ ગોસાઈએ એક ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો.
રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગિરિ ગોસાઈએ એક ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો.