• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Home Guard Jawan Had To Collide With A Vehicle. The Driver Of The Car Angrily Told The Home Guard, "I Will Fill The Mamra". The Video Of The Whole Incident Went Viral.

વાઇરલ વિડીયો:રાજકોટમાં હોમગાર્ડના જવાનને રસ્તા પર થુંકવું પડ્યું ભારે, કાર ચાલકે હોમગાર્ડને ગુસ્સામાં કહ્યું,'મમરા ભરી દઈશ હો', સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ

રાજકોટ7 મહિનો પહેલા
  • જો અકસ્માત થયો હોત તો તેનો જવાબદાર કોણ - કાર ચાલક
  • મારુ ધ્યાન નહોતું કે ક્યારે આ બની ગયું - હોમગાર્ડ

રાજકોટ શહેરમાં મનપા દ્વારા જાહેરમાં થુંકનાર અને ટ્રાફિકનો ભંગ કરનારા નાગરિકો પર કડક કાર્યવાહી કરી આકરો દંડ વસુલવામાં આવે છે, ત્યારે આ દંડ અને સૂચના પોલીસ અને હોમગાર્ડ જવાનોને પણ લાગુ પડે છે એ વાતને જાહેર કરતો એક વિડિયો હાલ રાજકોટમાં વાયરલ થયો છે. જ્યાં કાલાવડ રોડ પર કાર ચાલક હોમગાર્ડે ચાલુ વાહને પીચકારી મારતા નજીકની કાર પર પીચકારી ઉડી હતી. આ કૃત્ય આચર્યા બાદ તુરંત હોમગાર્ડ ત્યાંથી નાચી ગયો હતો અને કાર ચાલકે તેનો પીછો કરીને કટારીયા ચોકડી નજીક ત્રણ શખ્સો સાથે તેને આંતરી લીધો હતો.

જો અકસ્માત થયો હોત તો તેનો જવાબદાર કોણ - કાર ચાલક
વિડિયોમાં કાર ચાલકે હોમગાર્ડ જવાન પર રોષ ઠાલવતા સ્થળ પર હાજર પોલીસ અધિકારીને કહ્યું હતું કે, અમે આની અર્થાત હોમગાર્ડની ઈજ્જત કરીએ છીએ અને આ માણસ આવા કામ કરે છે, જો અકસ્માત થયો હોત તો તેનો જવાબદાર કોણ ? હું કે આ હોમગાર્ડ, મારી સાથે કારમાં મારી નાની બાળકી બેઠી હતી તેનો તો કમસે કમ વિચાર કરવો જોઈએ.

મારુ ધ્યાન નહોતું કે ક્યારે આ બની ગયું - હોમગાર્ડ
પોતાના બચાવ અર્થે હોમગાર્ડે કહ્યું હતું કે, મારુ ધ્યાન નહોતું કે ક્યારે આ બની ગયું. આ વાત સાંભળીને કાળ ચાલક વધુ રોષે ભરાયો હતો અને કહ્યું હતું કે, ખોટું ન બોલ નહિતર મમરા ભરી દઈશ, અહીંયા પૈસાની કોઈ વાત જ નથી, તું અમને લુખ્ખા સમજે છે, અમે પોલીસની ઈજ્જત કરીએ છીએ.એ સમયે સ્થાનિક પોલીસના જવાનોએ મધ્યસ્થી બનીને માંફી માંગતા આ મામલો થાળે પડ્યો હતો. પરંતુ હોમગાર્ડ જવાન તેમજ કારચાલકો વચ્ચે થયેલ આ ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે વાઇરલ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.