તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇબર ક્રાઇમ:ભેજાબાજે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનનું સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ પાસે રૂપિયા માગ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મિત્રોને જાણ કરી રૂપિયા ન આપવા જણાવ્યું - Divya Bhaskar
મિત્રોને જાણ કરી રૂપિયા ન આપવા જણાવ્યું
  • આ અગાઉ અનેક ખ્યાતનામ લોકોના એકાઉન્ટ આ જ મોડ્સ ઓપરેન્ડીથી હેક થઈ ચુક્યા છે

સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેમાંય રાજકોટમાં છેલ્લા 1 મહિનાથી સોશિયલ મીડિયામાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં નેતાઓ, કોર્પોરેટરો અને પ્રોફેસરો બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ હેકરની ઝપટે ચડી ચુક્યા છે. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી સામે આવી છે.જેમાંથી હેકરે સોશિયલ મીડિયામાં જોડાયેલા તેમના મિત્રો પાસેથી રૂપિયાની માંગણી કરી છે.

મિત્રોને જાણ કરી રૂપિયા ન આપવા જણાવ્યું
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતના નામનું ફેસબુક પર ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર તેમની તસ્વીરનો ઉપયોગ કર્યો છે. જેમાં તમામ વિગતો સાથે ફેક એકાઉન્ટ તૈયાર કરી તેના તમામ ફ્રેન્ડસને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી છે. આ અંગે અતુલ પંડિતે જણાવ્યું હતું કે,મારા મિત્ર પાસે રૂપિયાની માંગણી કરવમાં આવી હતી. જેની મને ખબર પડતા તુરંત તમામ મિત્રોને જાણ કરી રૂપિયા ન આપવા જણાવ્યું હતું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતની ફાઈલ તસ્વીર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતની ફાઈલ તસ્વીર

ફેક એકાઉન્ટ બન્યા હોવાના અનેક કેસ દાખલ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનેક ખ્યાતનામ લોકોના એકાઉન્ટ આ જ મોડ્સ ઓપરેન્ડીથી હેક થઈ ચુક્યા છે. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, રાજકોટ મનપાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષ રાડિયા, વોર્ડ નં.7 ના કોર્પોરેટર નેહલ શુક્લ, કરણીસેના અધ્યક્ષ જે.પી.જાડેજા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ અને જિલ્લા પંચાયતના કોંગી સભ્ય અર્જુન ખાટરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણી અને HOD ડો. યોગેશ જોગસણનું પણ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી હેકર દ્વારા રૂપિયા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે નેતા અને અધિકારીઓને બાદ કરતાં સામાન્ય જનતાના નામે પણ આ પ્રકારના ફેક એકાઉન્ટ બન્યા હોવાની અનેક ઘટના બની ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...