તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:રાજકોટમાં કરીયાણાના વેપારીએ આર્થિક ભીંસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર
  • મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડાયો

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ આનંદ નગર કોલોનીમાં રહેતા કરીયાણાના વેપારીએ દેણું થઈ જતા ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથક સ્ટાફ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તબીબે તેમને મૃતજાહેર કર્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારિયા રોડ આનંદનગર કોલોની બ્લોક નંબર.44માં રહેતા વિનોદભાઈ રતિલાલ તન્ના (ઉ.વ.55) નામના વેપારી કેવડાવાડીમાં ભવાની પ્રોવીઝન સ્ટોર નામે કારીયાણાની દુકાન ચલાવે છે. તેઓ આજરોજ ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃતજાહેર કર્યા હતા.

ધંધો બરાબર ચાલતો નહોતો
વિનોદભાઈને સંતાનમાં બે દીકરા છે. લોકડાઉન બાદ ધંધો બરાબર ચાલતો નહોતો અને દેણુ થઈ જતા આજે આર્થિક ભીંસમાં આત્મહત્યા પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ભક્તિનગર પોલીસ મથકના એએસઆઈ નરેન્દ્રભાઈ ભદ્રેશા અને રાઈટર તરુણભાઈ જાનીએ મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...