ભેદ ઉકેલાયો:રાજકોટમાં જામનગર રોડ પાસેથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરતી ગેંગ ઝડપાઈ, પોલીસ તપાસમાં 13 મોબાઇલ મળી આવ્યા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર
  • ચીલઝડપ કરી મોબાઈલ ફોન સસ્તી કિંમતે વહેંચી દેતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું
  • ચોરી કરવા બે મોટરસાયકલ આગળ પાછળ ચલાવતા, રસ્તા પર ઉભા રહી મોબાઈલમાં વાત કરનાર વ્યક્તિનો મોબાઈલ ફોન ઝડપી લેતા

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરતા 4 આરોપીઓની રાજકોટ ગાંધીગ્રામ પોલીસે 13 મોબાઇલ ફોન સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ મોબાઇલ ફોન વહેંચવા આવતા હોવાની ચોક્કસ હકીકત બાતમી આધારે જામનગર રોડ પર આવેલ રાધે હોટેલ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોક્કસ બાતમી આધારે 4 શખ્સોની અટકાયત
રાજકોટ શહેરમાં એક એવી ગેંગ સક્રિય છે કે જે માત્ર મોબાઇલ ફોનની જ ચીલઝડપ કરી ગુનાને અંજામ આપતી હતી. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે મોબાઇલ ફોનની ચીલઝડપની ફરિયાદ આધારે પોલીસે તપાસ કરી રહી હતી દરમિયાન ગઈકાલે રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે જામનગર રોડ પર રાધે હોટેલ નજીકથી 4 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જે 4 ઇસમોની તપાસ કરતા પોલીસને અલગ અલગ કંપનીના 13 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે ચીલઝડપ કરી બાદમાં વહેંચવા માટે જતા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપવામાં આવી હતી.

આરોપીઓની ફાઈલ તસવીર
આરોપીઓની ફાઈલ તસવીર

અંગ ઝડતી કરતા તેની પાસેથી 13 મોબાઇલ મળ્યા
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટમાં 4 ઇસમો કોઇ પણ પ્રકારના બિલ વગર મોબાઇલ ફોન વહેંચવા માટે જતા હોવાની ચોક્કસ બાતમી આધારે ગાંધીગ્રામ પોલીસ જામનગર રોડ પર રાધે હોટેલ નજીક પહોંચી હતી જ્યાં બાતમી આધારે આરોપી રવિ ઉર્ફે લંગડો મકવાણા, બેનામ મારવાડી, વિશાલ ગૌસ્વામી અને સોયબ પઠાણ મળી આવ્યા હતા. જેને અટકાવી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી 13 મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના મળી આવ્યા હતા. જે તમામ મોબાઇલ ફોન ચીલઝડપ કરી ઝુટવેલ હોવાની કબૂલાત આપતા પોલીસે ચારેય આરોપી વિરુધ્ધ આઈપીસી કલમ 102 મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શુ હતી મોડેસ ઓપરેન્ડી ?
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ચારેય આરોપીઓ મોબાઇલ ફોનની ચીલઝડપ કરવા માટે એક સાથે બે મોટરસાયકલ લઇને જતા હતા. બન્ને મોટરસાયકલ આગળ પાછળ ચલાવતા હતા અને રસ્તા પર કોઈ વ્યક્તિ ચાલીને ફોન પર વાત કરતા હોય અથવા હાથમાં ફોન હોય તો તે ઝૂંટવી ત્યાંથી નાસી છુટતા હતા અને બાદમાં આ મોબાઈલ ફોન સસ્તી કિંમતે વહેંચી દેતા હતા.

વિશાલ ગૌસ્વામી 2 ગુનામાં પોલીસના ચોપડે ચડી ચુક્યો છે
ઉલ્લેખનિય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી રવિ ઉર્ફે લંગડો મકવાણા ગાંધીગ્રામ પોલીસ ખાતે અલગ અલગ 2 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે અન્ય એક આરોપી વિશાલ ગૌસ્વામી રાજકોટના ગાંધીગ્રામ અને જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશન ખાતે મળી અલગ અલગ કુલ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.