પાણીચોરો દંડાયા:રાજકોટમાં 1039 ઘરમાં ચેકિંગ, ડાયરેક્ટ પમ્પિંગ કરતા 16 વ્યક્તિ પાસેથી 21 હજારનો દંડ વસૂલાયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
1039 ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
1039 ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
  • 6 વ્યક્તિને નોટિસ અને એકની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા મનપાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે શહેરમાં 1039 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ડાયરેક્ટ પમ્પિંગ કરતા 16 વ્યક્તિ ઝડપાયા હતા. જેમાં 6 વ્યક્તિને નોટિસ અને એકની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બદલ રૂ.21,000નો દંડ વસૂલમાં આવ્યો હતો.

ડાયરેક્ટ પમ્પિંગ કરનારને 2000નો દંડ
પાણી ચકાસણી ઝુંબેશ દરમિયાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પિંગ કરતા માલુમ પડે તેવા કિસ્સામાં રૂ.2000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે. તેમજ જવાબદાર વ્યક્તિને નોટિસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ.250નો દંડ વસૂલ કરવામાં આવે છે. શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ માટે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ચાર દિવસ પહેલા 7 વ્યક્તિને 10,750નો દંડ ફટકાર્યો હતો
20 મેના રોજ શહેરના 680 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ 7 કિસ્સા મળ્યા હતા. જેથી ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.10,750ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.