નિયમના રક્ષકે જ નિયમ તોડ્યો!:રાજકોટમાં મહિલા પોલીસ કર્મી ચાલુ સ્કૂટરે ફોન પર વાત કરતી દેખાઈ, પોલીસને CCTVમાં ખાખી વર્દી ન દેખાઇ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાહનચાલકની નજીવી ભૂલને ક્લિક કરી લેતા પોલીસના કેમેરા પણ ભેદભાવ રાખતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલીસ જીજે03કેજે-0768 નંબરના એક્ટિવા પર કોટેચા ચોક નજીકથી પસાર થઇ રહ્યા હતા, તેમણે વર્દી પહેરી હતી, તેમના મોબાઇલની રિંગ રણકતા જ મહિલા કોન્સ્ટેબલે ફોન રિસીવ કર્યો હતો અને ચાલુ વાહને મોબાઇલ પર બિન્દાસ્ત રીતે વાત કરતા આગળ વધ્યા હતા, મહિલા કોન્સ્ટેબલને સહેજ પણ ચિંતા નહોતી કે ટ્રાફિકના નિયમોના નામે શહેરીજનો પાસેથી પોલીસ કરોડો રૂપિયાનો દંડ વસૂલી રહી છે, પોતે સરાજાહેર નિયમોનો ભંગ કરી રહ્યા છે.

મહિલા કોન્સ્ટેબલ તો લાપરવાહ હતા જ પરંતુ સીસીટીવી કન્ટ્રોલરૂમમાં બેઠેલા પોલીસ જવાનને પણ કદાચ આ મહિલા નિયમોનો ભંગ કરતા સ્ક્રીન પર દેખાયા નહોતા, ઓટોમેટિક કેમેરા વાહનચાલકની ભૂલને ક્લિક કરી લે છે તેવી વાતો કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના વિશ્વાસને કેમેરાએ પણ કદાચ દગો દીધો હતો, આ કેમેરાએ પણ મહિલા કોન્સ્ટેબલને કેદ કર્યા નહોતા. તમામ નીતિ નિયમો સામાન્ય નાગરિકો માટે જ છે તેવી ત્યાંથી પસાર થતાં અન્ય વાહનચાલકોમાં ચર્ચાઓ થતી હતી.

અન્ય સમાચારો પણ છે...