• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Fake Doctor, Who Has Been Tampering With People's Health In The Name Of His Father's Generation Without A Degree For Two Decades, Was Caught By The Police.

બોગસ તબીબ ઝડપાયો:રાજકોટમાં 2 દાયકાથી ડીગ્રી વગર પિતાની પેઢીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર પોલીસની ઝપટે ચડ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી નુરૂદીન ફકરૂદીન ભારમલ - Divya Bhaskar
આરોપી નુરૂદીન ફકરૂદીન ભારમલ
  • કોમર્સમાં ગ્રેજયુએશન કર્યુ હોવાની પોલીસને કબૂલાત
  • પિતા ફકરૂદીન ભારમલ હાડવૈદ હોવાની કેફિયત આપી

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર કોઇ પણ જાતની ડીગ્રી કે સર્ટિફિકેટ વગર છેલ્લા 20 વર્ષથી દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને એ ડીવીઝન પોલીસે પકડી પાડયો છે. નુરૂદીન ભારમલે કોમર્સમાં ગ્રેજયુએશન કર્યુ હોવા છતા બોગસ ડોકટર તરીકે પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયો હતો. પોલીસે ક્લિનિકમાંથી જુદી જુદી દવા, પાટાપીંડીના સાધનો અને રૂ.3300ની રોકડ રકમ સહીત કુલ રૂ.5355નો મુદામાલ કબ્જે કર્યો છે.

દર્દીઓને તપાસી દવાઓ આપતો હતો
એ ડીવીઝન પોલીસ મથકના પોલીસમેન દેવાંગભાઇ પાલાને મળેલી બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ પર ધોરાજીવાલા હાડવૈદ નામનું કલીનીક ચલાવતા નુરૂદીન ફકરૂદીન ભારમલ મેડીકલ ડીગ્રી વગર ડોકટર તરીકે પ્રેકટીસ કરે છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે છાપો મારતા નુરૂદીન બોગસ ડોકટર હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપતા મળી આવ્યો હતો.

પિતા ફકરૂદીન ભારમલ હાડવૈદ હતા
પોલીસે નુરૂદીન પાસે મેડીકલ સર્ટીફીકેટની માંગણી કરતા તેણે પોતાની પાસે કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાની કેફીયત આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નુરૂદીન છેલ્લી બે પેઢીથી મેડીકલ ડીગ્રી ન હોવા છતા ડોકટર તરીકે પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયો હતો. ધોરાજીવાલા હાડવૈદ નામનું ક્લિનિક ધરાવતા નુરૂદીને પોતાના પિતા ફકરૂદીન ભારમલ હાડવૈદ હતા. અને તેમના બાદ પોતે દવાખાનું ચલાવતો હોવાનું પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. હાલ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.