હેવાનિયતની હદ:રાજકોટમાં દારૂ પી પતિ પત્નીના ગુપ્તભાગે બચકા ભરી શારીરિક સંબંધ બાંધતો, અંતે કહ્યું ‘તારી સાથે હવે મજા નથી આવતી’, પતિની ધરપકડ

રાજકોટ7 મહિનો પહેલા
બે લગ્ન બાદ પરિણીતાએ ત્રીજા લગ્ન કર્યા હતા
  • સાસુ-નણંદનો પણ અસહ્ય ત્રાસ
  • પતિ રોજ આપત્તિજનક વીડિયો બતાવી પત્ની સાથે શરીરસુખ માણતો

રાજકોટમાં પતિ-પત્નીના સંબંધને હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શરીરસુખના ભૂખ્યો પતિ રોજ દારૂ પીને ઘરે આવી રીતસરની હેવાનિયત આચરી પત્ની પર ત્રાસ ગુજારતો હતો. પત્નીના ગુપ્તભાગ પર ઉપર બચકા ભરી લેતાં તેની આ હરકતથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું છે. આથી ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પતિની ધરપકડ કરવામાં આવી છે.

આપત્તિજનક વીડિયો બતાવી પતિ શારીરિક સંબંધ બાંધતો
સિવિલના બિછાનેથી પતિ પર આક્ષેપ કરતાં પત્નીએ જણાવ્યું હતું કે, મારો પતિ વારંવાર મને આપત્તિજનક વીડિયો બતાવી તે પ્રમાણે શરીરસુખ માણવા માટે જબદરસ્તી કરતો હતો. અને જો હું એમ ન કરૂ તો મને બેફામ મારઝૂડ કરતો હોવાથી કંટાળીને મેં આ પગલું ભરી લીધું હતું. મહિલાની ફરિયાદ બાદ તાલુકા પોલીસે હેવાન પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પરિણીતાએ તેની સાસુ અને નણંદ પર પણ ત્રાસનો આક્ષેપ કર્યો છે.

બે લગ્ન બાદ પરિણીતાએ ત્રીજા લગ્ન કર્યા હતા
આ અંગે સિવિલ હોસ્પિટલમાં દાખલ રવિના (નામ બદલાવ્યું છે)એ જણાવ્યું હતું કે, 17 વર્ષની ઉંમરે મારા પ્રથમ લગ્ન આંબેડકરનગરમાં રહેતાં અમન સાથે થયા હતા. થોડો સમય લગ્ન જીવન સારી રીતે ચાલ્યા બાદ અમન (નામ બદલાવ્યું છે) બીજી યુવતીને લઈને ભાગી જતાં તેની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. આ પછી તેના બીજા લગ્ન ઉપલેટાના માંડાસણ ગામે રહેતા વાઘજી (નામ બદલાવ્યું છે) સાથે થયા હતા. પરંતુ વાઘજી દારૂ પીને મારકૂટ કરતો હોવાને કારણે તેની સાથે પણ છૂટાછેડા થયા હતા.

પીડા સહન ન થતાં મેં એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું
ત્યારબાદ કાલાવડ રોડ પર આવેલા ભીમનગર-7માં રહેતાં પ્રજ્ઞેશ (નામ બદલાવ્યું છે) સાથે તેના ત્રીજા લગ્ન થયા હતા. લગ્ન થતાંની સાથે જ પ્રજ્ઞેશ ચિત્ર-વિચિત્ર માગણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. 15 દિવસ પહેલાં પ્રજ્ઞેશે ચીક્કાર દારૂ પીને શરીરસુખ માણતી વખતે ગુપ્તભાગ પર બચકા ભરી લીધા હતા. જેના કારણે અસહ્ય દુ:ખાવો થતાં મેં તેને ડોક્ટર પાસે લઈ જવા કહ્યું હતું. પરંતુ તેણે ડોક્ટર પાસે સાથે આવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. પીડા સહન ન થતાં મેં એકલા ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યારે પ્રજ્ઞેશે મને દબડાવતાં કહ્યું હતું કે જો તે ડોક્ટરને એમ કહેશે કે તેણે તેને બચકાં ભર્યા છે તો તે તેને ઘરમાં આવવા નહીં દે.

લગ્નગાળાને 12 વર્ષનો સમય થઇ ગયો છતાં પતિની હરકતમાં કોઇ સુધારો નહીં
આમ સારવારમાં વિલંબ થઈ જતાં ગુપ્તભાગ પર રસી થઈ ગયા હતા. જોકે પતિને કઈ જ પડી ન હોય તેવી રીતે તેણે અમાનુષી અત્યાચાર ગુજારવાનું યથાવત રાખતાં કંટાળીને તેણે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. રવિનાએ કહ્યું કે પ્રજ્ઞેશ સાથે તેના લગ્નગાળાને 12 વર્ષ જેટલો સમય વીતી ગયો છે આમ છતાં તેની હરકતો ઓછી થતી નથી. તે દરરોજ દારૂ પીને આવે છે તથા મને અને બાળકોને મારકૂટ કરે છે. તેમજ વારંવાર એમ જ કહ્યે રાખે છે ‘હવે તારામાં મજા નથી આવતી, હાડકા લાગે છે!’ આ અંગે સાસુ અને નણંદને ફરિયાદ કરવા છતાં તેમણે પણ કોઈ જ મદદ કરી નહોતી.

હાલ રવિનાની તબિયત સુધારા પર
રવિનાએ ફિનાઈલ ગટગટાવી લેતાં તેને 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર મળી જતાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. રવિનાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે પ્રજ્ઞેશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...