ઘરેલુ હિંસાના બે કિસ્સા:રાજકોટમાં નિષ્ઠુર પતિએ સગર્ભાના પેટ પર પાટુ મારી કહ્યું- મારે બીજું બાળક નથી જોઇતું, ફરિયાદ દાખલ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય કિસ્સામાં 13 વર્ષના લગ્નજીવન દરમિયાન પરિણીતા અસહ્ય ત્રાસથી કંટાળી પોલીસના શરણે ગઈ
  • શહેરમાં ઘરેલુ હિંસાની ફરિયાદમાં દિન પ્રતિદિન વધારો

ઘરેલુ હિંસાની ફરિયાદમાં દિન પ્રતિદિન વધારો થતાં જોવા મળી રહ્યો છે. આજે એક જ દિવસમાં મહિલા પોલીસ સ્ટેશનમાં શહેરના એક જ વિસ્તારમાં સાસરિયાના ત્રાસની અલગ અલગ 2 ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે જામનગર રોડ પર રહેતી બે 2 પરિણીતાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાને 17 મહિના પહેલા તરછોડી દીધી હતી
પ્રથમ કિસ્સામાં શહેરના જામનગર રોડ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહીને ડેરી ઉત્પાદન, નાસ્તાનું વેચાણ તેમજ સિલાઈ કામ કરી પુત્ર-પુત્રીનું ગુજરાન ચલાવતા પરિણીતાની ફરિયાદ પરથી હરિહર સોસાયટી-3માં રહેતા પતિ વિશાલ નટવરભાઇ લોટિયા, જેઠ નિમિષભાઇ, જેઠાણી સીમાબેનના ત્રાસનો ભોગ બન્યા બાદ બે સંતાન સાથે હેતલબેન નામની પરિણીતાને 17 મહિના પહેલા તરછોડી દીધી હતી.

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન (ફાઈલ તસવીર)
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન (ફાઈલ તસવીર)

સાસરિયાના ત્રાસ અંગે પોલીસમાં અરજી કરી
આ ઘટનાથી નિ:સહાય, લાચારી અનુભવવાને બદલે પરિણીતાએ બે સંતાનનું પાલન કરવા પગભર બની હતી. તેમ છતાં પતિની ત્રાસ આપવાની પરાકાષ્ઠાથી કંટાળી અંતે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પુત્રના જન્મ બાદ પતિએ ફરીથી ઝઘડાઓ શરૂ કરી દઇ પુત્રને પોતાનાથી અલગ કરવાનો પ્રયાસ કરતા હતા.બીજી વખત ગર્ભવતી બનતા પતિ 'મારે બીજું બાળક જોઇતું નથી' તેમ કહી પેટ પર પાટા મારતા હતા. પતિ સહિતના સાસરિયાના ત્રાસ અંગે પોલીસમાં અરજી કરી હતી.

પિયર આવી ફરિયાદ કરી
અન્ય બનાવમાં શહેરના જામનગર રોડ પર ભોમેશ્વર પ્લોટમાં પિયરમાં પુત્રી સાથે રહેતી પરિણીતાએ મોરબી રહેતા પતિ અજયસિંહ બળવંતસિંહ ઝાલા અને સાસુ કનકબા સામે ફરિયાદ નોંધાવી છે. 13 વર્ષના લગ્નજીવન દરમિયાન પતિ અને સાસુ ઘરકામ જેવી સામાન્ય બાબતોએ મેણાંટોણાં મારી ગાળો ભાંડતા હતા. તેમજ પતિ પોતાને હું તને કાઢી મૂકીશ,તું મને ગમતી જ નથી ના ટોણાં મારતા હતા. જેને કારણે પોતે બે વખત પિયર આવી ગયા હતા. વડીલોની મધ્યસ્થિથી સમાધાન પણ કર્યું તેમ છતાં પતિ, સાસુએ ત્રાસ આપવાનું ચાલુ રાખતા પિયર આવી ફરિયાદ કરી છે.